બાલાસિનોર નગરમાં સતત ત્રીજા દિવસે વહીવટી તંત્ર દ્વારા ૪૫ થી વધુ દબાણો દુર કરાયા

બાલાસિનોર નગરમાં કેટલાક વર્ષોથી દબાણો હતા. જેને લઈને છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવોની ઝુંબેશ શ‚ કરાઈ છે. ત્યારે સતત ત્રીજા દિવસે પણ નગરના સ્ટેટ હાઈવે પર ૪૫ કરતા વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા.

બાલાસિનોર નગરની મધ્યમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે પરના નગરપાલિકાથી ફગવા રોડ સુધી સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર દબાણો અને ફુટપાથ દુર કરવાની કામગીરી બાલાસિનોર પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર તેમજ સંબંધિત તંત્ર દ્વારા હાથ ધરાઇ હતી. જેમાં નગરપાલિકાથી ફગવા રોડ સુધી ત્રીજા દિવસે ૪૫ થી વધુ પાકા દબાણો દુર કરી માર્ગ મોકળો કરવાની કામગીરી યથાવત રખાઈ હતી. જેને લઈને રાહદારીઓ તેમજ વાહનચાલકોએ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. બાલાસિનોર તળાવ દરવાજાથી કોર્ટ સુધીના રોડ ઉપર ગેરકાયદેસર દબાણો હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોવાનુ છેલ્લા કેટલાય સમયથી ફરિયાદો ઉઠી હતી. ત્યારે બાલાસિનોર ચીફ ઓફિસર તેમજ મામલતદાર દ્વારા કોર્ટ રોડ પર માપણી કરવામાં આવી હતી. માપણી કર્યા બાદ આગામી દિવસોમાં કોર્ટ રોડ પર આવેલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવશે તેવુ તંત્રએ જણાવ્યુ હતુ.