અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ પર સિક્યુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી દરમિયાન સિક્યુરીટી તરીકે ફરજ બનાવનાર આરોપી વર્ષ ૨૦૦૩માં કર્મચારીઓના રૂ.૯૪,૬૮૫ લઈને થયો હતો. ફરાર આરોપી ૨૦૦૩થી ઓળખ અને મોબાઇલ-બેંકિંગ સહિતની ડિજિટલ કડીઓ સતત બદલતો રહ્યો હતો. રાજુલા પોલીસના છેતરપિંડીના ગુનામાં તે ફરાર હતો. છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા અને અમરેલી જિલ્લાના લીસ્ટેડ રૂ.૧૦,૦૦૦ના ઇનામી આરોપીને રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે મોરબીમાંથી ઝડપી પાડ્યો છે.
આરોપી વર્ષોથી પોતાની ઓળખ, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ અને સોશિયલ મીડિયા સહિતની કડીઓ બદલતો રહેતો હોવાથી પોલીસ માટે તેને શોધી કાઢવો પડકારરૂપ બન્યો હતો. અમરેલી એસપી સંજય ખરાત દ્વારા જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા અને ઇનામી આરોપીઓને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજુલા પીઆઇ વી.એમ. કોલાદરાની ટીમને આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણી, મૂળ મુંબઈના મલાડનો રહેવાસી, છેલ્લા ૨૩ વર્ષથી પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું હતું. આરોપીને અમરેલી જિલ્લામાં લીસ્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ તેના પર રૂ.૧૦,૦૦૦નુ ઇનામ જાહેર કરાયું હતું.
વર્ષ ૨૦૦૩માં આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી પીપાવાવ પોર્ટ ખાતે સિક્યુરીટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો. દરમિયાન કંપનીમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના પગારની રૂ.૯૪,૬૮૫ની રકમ લઈ તે ફરાર થઈ ગયો હતો. આ અંગે પીપાવાવના સિક્્યુરિટી ઓફિસર ઉમેદસિંગ લાંબાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીના જૂના સરનામાના આધારે જૂનાગઢ અને મુંબઈ સહિતના સ્થળોએ તપાસ કરી હતી. જાકે આરોપી અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નહોતી. તેના પરિવારજનો પાસેથી પણ આરોપી લાંબા સમયથી સંપર્કમાં ન હોવાનું જાણવા મળ્યું હતું. રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે આરોપીના જૂના રેકોર્ડ, જન્મતારીખ અને ઉપલબ્ધ દસ્તાવેજાના આધારે ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. આરોપીની જન્મતારીખ ૨૬ ડિસેમ્બર ૧૯૬૬ મળી આવ્યા બાદ વિવિધ ટેકનિકલ માધ્યમો, સોશિયલ મીડિયા, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ અને હ્યુમન સોર્સના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. તપાસમાં પ્રકાશ રતિલાલ બઘાણી વર્ષ ૨૦૦૩ બાદ અલગ-અલગ સમયે જાધપુર, જયપુર, નાસિક, વડોદરા, જામનગર, સુરત, રાજકોટ-મેટોડા જીઆઇડીસી, અમદાવાદ, પાલનપુર-બનાસકાંઠા અને મોરબી સહિતના સ્થળોએ અલગ નામ અને નવા સરનામા સાથે રહેતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં આરોપી દ્વારા અલગ-અલગ સમયગાળામાં કુલ ૯ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું હતું. આ પૈકીના તમામ નંબર વર્ષ ૨૦૨૪ સુધીમાં બંધ થઈ ગયા હતા અથવા અન્ય વ્યÂક્તઓના નામે થઈ ગયા હતા. આ ઉપરાંત તેના ત્રણ બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા. જે વર્ષ ૨૦૨૪માં બંધ થઈ ચૂક્્યા હતા. આરોપીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરી દીધા હતા.
આરોપી સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી સતત તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસે હ્યુમન સોર્સના આધારે આરોપીનો ચાલુ મોબાઇલ નંબર મેળવ્યો હતો. આ નંબર પ્રકાશ રતિલાલ શાહ નામની વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરતાં આ વ્યક્તિ જ વર્ષ ૨૦૦૩ના ગુનામાં ફરાર આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણી હોવાનું પોલીસને ખાતરી થઈ હતી.