
અમદાવાદ શહેરની અલગ-અલગ શાળાઓમાં છેલ્લા એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે જાડાયેલી ચાર ગંભીર ઘટનાઓ સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય બન્યો છે. વિદ્યાર્થીઓના વર્તનમાં કોઈ નકારાત્મક ફેરફાર જાવા મળે તો શરૂઆતથી જ તેની નોંધ લઈ જરૂરી પગલાં લેવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે.શાળાઓમાં હવે માત્ર અભ્યાસ પર જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક વર્તન, પરસ્પર વ્યવહાર અને સામાજિક વર્તન પર પણ ધ્યાન આપવા જણાવાયું છે. જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા ઉપરાંત શિક્ષકોને તેમની સાથે સતત સંવાદ જાળવવા માટે પણ સૂચના આપવામાં આવી છે.દાન સ્વીકારો
બાપુનગરની જીવન સાધના સ્કૂલમાં ધોરણ-૧૧ના એક વિદ્યાર્થીને કેટલીક વિદ્યાર્થિનીઓ વારંવાર સામે જાવાના મુદ્દે ટોકવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ આ અંગે શિક્ષકને પણ જાણ કરી હતી. આ પછી સ્કૂલની બહાર વિદ્યાર્થીએ ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે. ઘટનામાં બે વિદ્યાર્થિનીઓને ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા સંચાલને વિદ્યાર્થીને એલસી આપી શાળામાંથી દૂર કર્યો હતો.પાલડીની શારદા મંદિર સ્કૂલમાં ધોરણ-૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ વચ્ચે એક વિદ્યાર્થિની સાથે વાતચીત કરવાના મુદ્દે વિવાદ થયો હતો.
શાળામાં થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી.આ ઘટના બાદ શાળા સ્તરે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.મણિનગરની પ્રગતિ સ્કૂલમાં કોમ્પ્યુટર શિક્ષક સામે વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા મારફતે અભદ્ર સંદેશા મોકલવાનો આક્ષેપ થયો હતો. વિદ્યાર્થિનીએ આ અંગે તેના મિત્રને જાણ કર્યા બાદ તેણે શિક્ષકનો મોબાઇલ તપાસ્યો હતો.
પોલીસ અને શાળા સ્તરે મામલો પહોંચ્યા બાદ શાળા સંચાલને શિક્ષકને નોકરીમાંથી દૂર કર્યો હતો. સમગ્ર મામલે જરૂરી તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે.રામોલ વિસ્તારમાં આવેલી બ્રાઇટ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ધોરણ-૪ના એક વિદ્યાર્થીએ વર્ગની વિદ્યાર્થિનીને પ્રેમસંદેશ લખેલી ચિઠ્ઠી આપ્યાનો મામલો સામે આવ્યો હતો.ચિઠ્ઠીની જાણ થતાં શિક્ષિકા અને શાળા સંચાલને વિદ્યાર્થીને સમજાવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીના વાલીએ શાળાના શિક્ષક અને આચાર્ય સામે બાળક સાથે મારપીટ કરવાનો આક્ષેપ કર્યો હતો અને રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે શાળાએ સંબંધિત શિક્ષિકાને સસ્પેન્ડ કરી હતી.શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે સતત સંવાદ કરવા, તેમના વર્તનમાં થતા ફેરફારોને સમજવા અને જરૂર જણાય ત્યારે કાઉન્સેલિંગ કરાવવા સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગે પણ શાળાઓએ ધ્યાન આપવું પડશે.શિક્ષણ વિભાગ દ્વારા ‘સારથી પ્રોજેક્ટ’ હેઠળ વિદ્યાર્થીઓના વર્તન અને માનસિક સ્વાસ્થ્ય સાથે જાડાયેલા વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં શિક્ષકોને પણ વિદ્યાર્થીઓમાં થતા વર્તનાત્મક ફેરફારો ઓળખવા અને યોગ્ય રીતે માર્ગદર્શન આપવા માટે તાલીમ આપવામાં આવશે. વિભાગનું ધ્યાન ખાસ કરીને મોબાઇલના ઉપયોગ, ફિલ્મો અને અન્ય માધ્યમોના વિદ્યાર્થીઓના વર્તન પર પડતા પ્રભાવને સમજવા તથા જરૂરી માર્ગદર્શન આપવા તરફ પણ રહેશે.