ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ને લઈને વકીલોનો વિરોધ યથાવત છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં વકીલ મંડળે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને બિલ સામેનો બળાપો ઠાલવ્યો છે. સરકાર દ્વારા સમગ્ર મામલે કમિટી બનાવવાની ખાતરી આપવામાં આવ્યા બાદૃ પણ ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યના વિવિધ બાર એસોસિએશનો દ્વારા હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો અને કોર્ટની કાર્યવાહીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે.
અમદૃાવાદૃની મેટ્રોપોલિટન કોર્ટ, ગ્રામ્ય કોર્ટ તેમજ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં વકીલો દ્વારા વિરોધ પ્રદૃર્શન કરવામાં આવ્યું હતું. વકીલોએ કોર્ટ પરિસરમાં સૂત્રોચ્ચાર કરી વિધેયક સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વકીલો દ્વારા બાઈક રેલી યોજી ઇક્ધમટેક્સ સર્કલ નજીક પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મુદ્દે સરકાર તરફથી મહત્વની રજૂઆત કરવામાં આવી હતી. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદૃીએ સરકાર વતી કોર્ટમાં ખાતરી આપતા જણાવ્યું હતું કે, સરકારે બાર કાઉન્સિલ સાથે ચર્ચા-વિચારણા કરી છે. રાજ્યપાલ આ વિધેયક પર હાલ સહી નહીં કરે તેવી પણ સરકાર તરફથી કોર્ટને ખાતરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
એડવોકેટ જનરલે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે, સરકાર આ મામલે પ્રયાસ કરી રહી છે અને જે મૂળ કાયદૃો હતો તેને પરત લેવામાં આવે તે દિૃશામાં કાર્યવાહી ચાલી રહી છે. સરકાર તરફથી આપવામાં આવેલી આ ખાતરી બાદૃ પણ વકીલોનો વિરોધ સંપૂર્ણપણે શાંત થયો નથી.ગુજરાત હાઈકોર્ટની કામગીરી પણ વકીલોની હડતાળને કારણે પ્રભાવિત થતાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે તમામ પક્ષોના સેન્ટિમેન્ટનું ધ્યાન રાખવામાં આવે તેવી ટિપ્પણી કરી હતી. હવે સરકારની કમિટી અંગેની કાર્યવાહી અને ગુજરાત ભાડા વિધેયકને લઈને સરકાર દ્વારા લેવામાં આવનારા આગામી નિર્ણય પર વકીલોની હડતાળનો અંત આવે છે કે આંદૃોલન વધુ ઉગ્ર બને છે તેના પર સૌની નજર છે.
આ તરફ વડોદરા વકીલ મંડળના વકીલો છેલ્લા પાંચ દિૃવસથી કોર્ટની કામગીરીથી અળગા રહૃાા છે અને વિરોધ પ્રદૃર્શન કરી રહૃાા છે. વડોદૃરા કોર્ટ પરિસરમાં વકીલોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વડોદરા વકીલ મંડળની આગેવાનીમાં યોજાયેલા વિરોધ દરમિયાન ‘કાળો કાયદૃો પાછો ખેંચોના નારા લગાવવામાં આવ્યા હતા. વિરોધના ભાગપે વડોદરા કોર્ટમાં વકીલો માટેનો એન્ટ્રી ગેટ પણ બંધ કરવામાં આવ્યો હતો. વકીલ મંડળનું કહેવું છે કે, નવા રેન્ટ કાયદૃાની જોગવાઈઓથી પક્ષકારોના હિતોને નુકસાન થવાની શક્યતા છે અને આ જ કારણસર કાયદૃાનો વિરોધ કરવામાં આવી રહૃાો છે.
વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું કે, ધારાશાસ્ત્રીઓ તરીકે વકીલો ચૂંટાયેલા ધારાસભ્યો કરતાં કાયદાનું જ્ઞાન વધુ ધરાવે છે. તેથી સરકારે કમિટીઓની વાત બાજુ પર મૂકીને વકીલ મંડળની રજૂઆતોને ગંભીરતાથી લેવી જોઈએ. તેમના જણાવ્યા મુજબ ગુજરાત બાર કાઉન્સિલ વકીલોની માતૃસંસ્થા છે, જ્યારે હાઈકોર્ટ બાર મોટા ભાઈ સમાન છે.
સુરત જિલ્લા અને સત્ર ન્યાયાલય ખાતે મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા હતા અને ભાડા કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા ચાર દિવસથી સુરત કોર્ટમાં પણ હજારોની સંખ્યામાં વકીલો હડતાલ પર હોવાથી તમામ પ્રકારની ન્યાયિક કામગીરી સંપૂર્ણપણે અટકી ગઈ છે. હડતાલના કારણે કોર્ટના મુખ્ય ગેટ પરથી જ અસીલો અને પક્ષકારોને પાછા મોકલવામાં આવ્યા હતાં જેના કારણે દૃૂર-દૃૂરથી કોર્ટના કામકાજ અર્થે આવતા સામાન્ય નાગરિકો અને અસીલોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહૃાો છે. સાબરકાંઠાના ઇડરમાં પણ વકીલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઇડર બાર કાઉન્સિલ સહિત ૧૨ એસોસિએશન દ્વારા સરકારના નવા કાયદા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.આ તરફ પાટણ કોર્ટ પરિસરની બહાર વકીલોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ને પરત ખેંચવાની માંગ કરી હતી. વકીલોનો આક્ષેપ છે કે, નવા કાયદૃા હેઠળ ભાડુઆત અને મકાનમાલિક વચ્ચેના ભાડા તથા મકાન કરારને લગતી કેટલીક સત્તાઓ મહેસૂલી વિભાગને આપવામાં આવી છે. આ જોગવાઈઓને લઈને વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહૃાો છે. પાટણ જિલ્લામાં વકીલોની હડતાળને પગલે કોર્ટની કામગીરી પર પણ અસર જોવા મળી છે. વિવિધ કેસોમાં મુદૃત માટે કોર્ટમાં આવતા પક્ષકારો અને અસીલોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે. સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં પણ વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ, તાલુકા કોર્ટ સહિત તમામ કોર્ટમાં વકીલો કામકાજથી અળગા રહૃાા હતા. કાળી પટ્ટી અને હાથમાં બેનર્સ સાથે ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ સામે વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી બાજુ ખેડા જિલ્લામાં નડિયાદૃ, ડાકોર સહિત જિલ્લાભરની કોર્ટમાં વકીલોએ કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો