મહિસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં આચરાયેલા .૧૨૩ કરોડના મસમોટા કોૈભાંડમાં સીઆઈડી ક્રાઈમની તપાસનો ધમધમાટ યથાવત છે. આ પ્રકરણમાં તપાસ કરતી એજન્સીએ વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સોમાં એક કોન્ટ્રાકટર, એક સરપંચ અને એક આસિસ્ટન્ટ મેનેજર ટેક્નિકલનો સમાવેશ થાય છે. જેમાં કોૈભાંડી કોન્ટ્રાકટર કાલિદાસ પટેલે સંતરામપુરના તળાવના મુવાડા અને કડાણાના મોટા ધરોળા ગામમાં યોજનાકિય કામોમાં વ્યાપક ગેરરિતી આચરી હતી. આ કોન્ટ્રાકટરે કુલ .૫૦ લાખ જેટલી રકમની ઉચાપત કરી હોવાનુ સામે આવ્યુ છે. તથા લુણાવાડા તાલુકાના વકતાપુર ગામના સરપંચ નિખીલકુમાર રવજીભાઈ પટેલે પોતાના અંગત ખાતામાં .૪ લાખ ઉપાડ્યા હતા. જયારે આસિ.ટેક્નિકલ મેનેજર દશરથકુમાર રામસિંહ પરમારે તેમના બેંક ખાતામાં .૨,૭૭,૪૩૦ નાણાં જમાં કરાવી ભ્રષ્ટાચારમાં સંડોવણી દાખવી હતી. જેને પગલે સીઆઈડી ક્રાઈમે ત્રણેયની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આ સાથે જ સમગ્ર કોૈભાંડમાં અત્યાર સુધી પકડાયેલા આરોપીઓનો કુલ આંક ૫૨ પર પહોંચ્યો છે. જેમાં અત્યાર સુધીની તપાસમાં વાસ્મોના તત્કાલિક ૧૨ અધિકારીઓમાંથી ૭ અધિકારીઓ સળિયા પાછળ ધકેલાયા છે. ૧૧૧ જેટલી એજન્સીમાંથી ૩૫ કોૈભાંડી કોન્ટ્રાકટરો જેલભેગા થયા છે. અન્ય સંડોવાયેલાઓમાં જેમના અંગત ખાતામાં ગેરકાયદે નાણાં જમાં થયા હતા તેવા ૫ તત્કાલિન કર્મચારીઓ સામે આવ્યા છે. તેમજ સ્થાનિક પદાધિકારીમાં ૫ ભ્રષ્ટ સરપંચો અને પાણી સમિતિના નાણાં ડાંગરનારા ૧ પદાધિકારી સહિત કુલ ૫૩ કોૈભાંડીઓ હાલ કાયદાના સકંજામાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ આ કોૈભાંડીઓ કાયદાકિય છટકબારીઓ અને નબળી પકડનો લાભ લઈને અત્યંત સરળતાથી જામીન મેળવી છુટી રહ્યા હોવાનુ જોવા મળે છે.