કોઠંબા તાલુકાની થાણાસાવલી પગાર કેન્દ્ર શાળાના શિક્ષક નિરવકુમાર પંચાલનું વસ્તી ગણતરીનું સૌથી ઝડપી કાર્ય પૂર્ણ કરવા બદલ સન્માન કરવામાં આવ્યું

મહીસાગર જીલ્લાના કોઠંબા તાલુકાની ખારોલ પ્રા.શાળામાં નવીન કોઠંબા તાલુકાના ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમ્યાન તારીખ ૧૫ મી ઓગષ્ટ ૨૦૨૬ ને શનિવારના રોજ કોઠંબા તાલુકામાં સૌપ્રથમ અને સૌથી ઝડપી વસ્તી ગણતરી-૨૦૨૬ નું પ્રથમ તબક્કામાં વસ્તી ગણતરીદાર તરીકે કાર્ય પૂર્ણ કરવા બદલ લુણાવાડા તાલુકાના મધવાસ ગામના વતની અને કોઠંબા તાલુકાની થાણાસાવલી પગારકેન્દ્ર શાળાના શિક્ષક નિરવકુમાર કનૈયાલાલ પંચાલનું કોઠંબા મામલતદાર એ.એ.દેસાઈ , નાયબ મામલતદાર જગદિશભાઈ પટેલ, કારોબારી ચેરમેન ભલવેન્દ્રકુમાર પટેલના વરદ હસ્તે પ્રશસ્તિ પત્ર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. શિક્ષક નિરવકુમાર પંચાલે કાળઝાળ ગરમી, તડકા તથા ભૂખ, તરસની પરવા કર્યા વિના અથાક મહેનત,ખંત અને સખત પરિશ્રમ કરીને સોંપેલ વિસ્તારમાં HLB બ્લોક નંબર-૧૭ ના કુલ ૭ ફળિયામાં ૩૫૧ ઘરના ૧૪૦૦ કરતા પણ વધારે નાગરિકોની ડોર ટુ ડોર મુલાકાત કરી હતી અને ઘર નંબર આપ્યા હતા તથા માહિતી એકઠી કરી હતી તથા રાત દિવસ સતત ઉજાગરા કરીને પણ એપ્લીકેશનમાં ઓનલાઇન કામગીરી સૌ પ્રથમ અને ઝડપથી પુર્ણ કરી હતી તે બદલ તેમનું પ્રશસ્તિ પત્ર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

વસ્તી ગણતરી-૨૦૨૬ ના પ્રથમ તબક્કા દરમ્યાન વસ્તી ગણતરીદાર તરીકે મને સોંપેલ દરેક ઘરની,પરિવારની ડોર ટુ ડોર મુલાકાત કરી હતી તથા ઘર નંબર આપ્યા હતા. મારા વસ્તી ગણતરી વિસ્તારમાં HLBબ્લોક નંબર-૧૭ ના કુલ ૭ ફળિયામાં આવેલ કુલ ૩૫૧ ઘર અને ૧૪૦૦ કરતા વધારે નાગરિકોની માહિતી સચોટ, પારદર્શક અને ચોકસાઈ સાથે મેળવી હતી. કાળઝાળ ગરમીમાં સખત મહેનત, લગન તથા પરિશ્રમથી ઝડપથી અને સૌપ્રથમ ઓનલાઇન કામગીરી પૂર્ણ કરી હતી.:- નિરવકુમાર કનૈયાલાલ પંચાલ શિક્ષક,થાણાસાવલી પગારકેન્દ્ર શાળા…