
તેજગઢ ગામે આદિજાતિ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળાના હોસ્ટેલમાં ગંદકી, પાણીની અછત, અપૂરતી લાઈટ, જર્જરિત મકાન જેવી સમસ્યાઓ સામે આવી છે. ધોરણ ૯થી ૧૨ના આશરે ૧૦૦થી ૨૦૦ આદિવાસી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ સાથે રહે છે.
વાલીઓ અને આદિવાસી આગેવાનોએ શાળાની મુલાકાત લેતાં શૌચાલય-બાથમમાં ગંદકી, મોમાં ખુલ્લા વીજ વાયર, મચ્છરોનો ત્રાસ, દરવાજાની સમસ્યા જોવા મળી હતી. બોરવેલ બંધ હોવાથી પાણીની અછત હોવાનું તેમજ રાત્રે પૂરતી લાઈટ ન હોવાની ફરિયાદ પણ કરાઈ હતી.

મેનુ મુજબ ભોજન ન મળતું હોવાના આક્ષેપો પણ થયા છે. આદિવાસી આગેવાન વિનુભાઈ રાઠવા સહિતના કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી સમગ્ર સ્થિતિના વીડિયો બનાવી વાયરલ કર્યા હતા. તેમણે પાંચ દિવસમાં સમસ્યાઓ દૂર નહીં થાય તો ગાંધીનગર સુધી પદયાત્રા કરી આંદોલનની ચીમકી આપી છે.
શાળાના ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ ધોકાઈએ દરવાજા, પાણી, સ્વચ્છતાની સમસ્યાના નિકાલ માટે પ્રયત્નો કરવાની તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી જરી છે.
હોસ્ટેલના છાત્રોએગભરાઇને રજૂઆત કરી તેજગઢ આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલના કોરિડોરમાં આદિવાસી આગેવાનો પહોંચ્યા ત્યારે બાળકોએ તેમને ઘેરીને પોતાની મુશ્કેલીઓ સીધી રજૂ કરી હતી. જેમાં શૌચાલય એટલા ગંદા છે કે -અંદર જવાનું મન નથી થતું – પાણી માટે બહાર જવું પડે છે, બોર બંધ છે – રાત્રે લાઈટ નથી – મમાં વીજવાયર ખુલ્લા લટકે છે, ડર લાગે છે – દરવાજા જ નથી – જમવાનું મેનુ પ્રમાણે મળતું નથી. આગેવાનોએ તાત્કાલિક સુધારાની માંગ કરી છે.
સરકાર ગ્રાન્ટ આપતી હોવા છતાં બાળકોને આ સ્થિતિમાં રહેવું પડે તે દુ:ખદ તેજગઢની આદર્શ નિવાસી શાળાની મુલાકાત દરમિયાન હોસ્ટેલની સ્થિતિ દયનીય જોવા મળી છે. બાળકોને પાણી મળતું નથી, રાત્રે લાઈટની સમસ્યા છે, બાથમ ગંદા છે,મચ્છરોનો ત્રાસ છે. સ્ટાફની પણ અછત છે. સરકાર દ્વારા કરોડો પિયાની ગ્રાન્ટ અપાતી હોવા છતાં બાળકોને આ સ્થિતિમાં રહેવું પડે તે દુ:ખદ છે. ૫ દિવસમાં સુધારો નહીં થાય તો ગાંધીનગર સુધી પદયાત્રા કરી આદિજાતિ વિભાગ સમક્ષ રજૂઆત સાથે આંદોલન કરવામાં આવશે.:- વિનુભાઈ રાઠવા, આદિવાસી આગેવાન…
સમસ્યાઓના નિકાલમાટે પ્રયત્નો કરાશે હું અઠવાડિયામાં ત્રણ દિવસશાળાએ આવું છું. હોસ્ટેલમાંદરવાજા, પાણી અને સ્વચ્છતાઅંગેની સમસ્યાઓના નિકાલ માટેપ્રયત્નો કરવામાં આવશે. હાલ આઅંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતકરવામાં આવી છે.:- અલ્પેશભાઈ ધોકાઈ, ઈન્ચાર્જઆચાર્ય, આદર્શ નિવાસી શાળા, તેજગઢ…