
બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ઈદે મિલાદ સહિત આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બોડેલી પી.આઈ. પ્રિયાંક બરંડાના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવાનો હતો.
પી.આઈ. પ્રિયાંક બરંડાએ ઉપસ્થિત સૌને તહેવારો હર્ષોલ્લાસ સાથે ઉજવવા અને શાંતિ તથા સદભાવ જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
બેઠકમાં બોડેલી ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. પોલીસે તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.