શહેરાના મોરવા રેણા ખાતે સમરસતા સંકલ્પ કળશ યાત્રાનું ભવ્ય સમાપન : ગામમાં ભક્તિમય માહોલ સર્જાયો

શહેરા તાલુકાના મોરવા ખાતે સંત શિરોમણી શ્રી ગુ‚ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મ જયંતી વર્ષની ઉજવણીના ભાગ‚પે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત સમરસતા સંકલ્પ કળશ યાત્રાનું ઉત્સાહભેર ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, સમરસતા અને સૌહાર્દનો સંદેશ આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ યાત્રાથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

શહેરા તાલુકામાં સંત શિરોમણી શ્રી ગુ‚ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મ જયંતી વર્ષની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારાકરવામાં આવી હતી.કાશી વારાણસીથી પધારેલ પવિત્ર કળશની શોભાયાત્રાનું મોરવા રેણા ગામના જોધલપીર મંદિરથી મંગળ પ્રસ્થાન થયું હતું. ડી.જે.ના તાલે રોહિત સમાજના આગેવાનો દ્વારા જોરદાર સ્વાગત સાથે યાત્રા રોહિત ફળિયા થઈને બજારમાં આવી પહોંચી હતી. જ્યાં પટેલ સમાજ અને બારીયા સમાજના આગેવાનો દ્વારા પણ કળશનું પુષ્પોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ગામના જોધલપીર મંદિર પાસે આવેલા સંત રોહીદાસ મંદિર ખાતે કળશયાત્રાનુ સમાપન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમભાઈ પગી, ન્યાય સમિતિ ચેરમેન હસમુખભાઈ વણકર, તરસંગ તાલુકા પંચાયત સદસ્ય અરવિંદભાઈ સોલંકી, મહેશભાઈ સોલંકી, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગજેન્દ્રભાઈ પગી, નટુભાઈ પટેલ કિરીટભાઈ બારીઆ સહિતના વિવિધ પદાધિકારીઓ, પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન “સંત રોહીદાસ મહારાજ કી જયના નારાઓથી મોરવા ગામ ગુંજી ઉઠ્યું હતું.