મહીસાગર જીલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા

લઠ્ઠાકાંડ મામલે ઉગ્ર વિરોધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

લુણાવાડા કોટેજ ચોકડી ખાતે કોંગેસ કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી રસ્તા પર ચક્કાજામ કરતા કલાકો સુધી ટ્રાફિક સમસ્યા સર્જાઈ.

પોલીસ દ્વારા જીલ્લા પ્રમુખતેમજ તાલુકા પ્રમુખશ્રીઓ ની અટકાયત કરવામાં આવી.

લઠ્ઠાકાંડ મામલે ભાવનગરમાં નવ જેટલાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં દા‚બંધીના કડક અમલને લઈને બણગા ફૂંકતી સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવો કરવામાં આવ્યા. કોંગ્રેસ કાર્યકરોએ એકતા અને જનહિતના મુદ્દાઓને લઈને સરકારની નીતિઓ સામે સામાન્ય જનતાના અવાજ ઉઠાવી રસ્તા પર ઉતરી આવ્યા.

આ કાર્યક્રમમાં કોંગ્રેસ આઠ તાલુકાના પ્રમુખો પ્રભારીઓ, મહામંત્રી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.