
શ્રી કે.આર. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદ ખાતે કોલેજના આચાર્યશ્રી ડૉ. એ.આર. મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ‘વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ’ નિમિત્તે કોલેજની ‘ઇનોવેશન ક્લબ’ તથા SARTHI પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે બે દિવસીય વિશેષ તાલીમ અને વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ બે દિવસીય કાર્યક્રમમાં Innodesk Designation Services, Gujarat ના ફાઉન્ડર શ્રી કરમજીતસિંહ બિહોલ વિશેષ વક્તા અને ટ્રેનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યોગ્ય માગૅદશૅન ઉપરાંત એક ઇન્ટરેક્ટિવ વર્કશોપ અને ટ્રેનિંગ દ્વારા વિદ્યાર્થીઓને ‘Design Thinking, Critical Thinking and Innovation’ વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપીને ગહન ચિંતન કરવા માટે પ્રેરીત કર્યા હતા. આ બે દિવસીય સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને સર્જનાત્મક વિચારોને પ્રગટ કરવા અને વ્યવહારુ સમસ્યાઓનું નિવારણ લાવવા માટે વિચારતા કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું ઉત્સાહભેર સંચાલન ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર ડૉ. અનિતાબેન પાદરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિશેષ તાલીમ શિબિરમાં કોલેજ પરિવારના અન્ય ઉત્સાહી અધ્યાપક મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ઇનોવેશન ક્લબના ઉપક્રમે યોજાયેલા આ બે દિવસીય સત્રના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ, નવીન અભિગમ અને ઉદ્યોગસાહસિકતા પ્રત્યેનો રચનાત્મક તથા સકારાત્મક દ્રષ્ટિકોણ મજબૂત બન્યો હતો. આવા દીર્ઘદ્રષ્ટિવાળા આયોજનો ભવિષ્યમાં વિદ્યાર્થીઓને સ્વરોજગાર અને ઇનોવેશનના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.