ભાવનગરમાં બનેલ દુ:ખદ દુર્ધટના બાદ મહિસાગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આગરવાળા અને ધોડાના મુવાડામાં ડ્રોન સર્વેલન્સ હાથ ધરી દારૂ ની ભઠ્ઠીનો નાશ કરાયો

ભાવનગરમાં સર્જાયેલ દુર્ધટના બાદ મહિસાગર જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયુ છે. જેમાં પોલીસે વિદેશી દા‚ બનાવતા અને વેચતા અસામાજિક તત્વો સામે આક્રમક ઝુંબેશ શ‚ કરી દીધી છે.

ડીવાયએસપી કમલેશ વસાવા અને પી.આઈ.પી.આર.બલાતના વડપણ હેઠળ પોલીસ કાફલાએ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આગરવાળા અને ધોડાના મુવાડા ગામના જંગલ તથા મહિસાગર નદીના પટમાં વ્યાપક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યુ હતુ. દુર્ગમ જંગલો ને નદીના પટનો લાભ લઈ બુટલેગરો દા‚ની ભઠ્ઠીઓ ચલાવતા હોવાથી પોલીસે પરંપરાગત તપાસની સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. અને ઘનધોર જંગલમાં ડ્રોન ઉડાડીને સઘન સર્વેલન્સ કરી જંગલની ઓથમાં છુપાવેલી વિદેશી દા‚ની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપાઈ હતી. પોલીસે ટીમોએ તુરંત જ દરોડા પાડીને સ્થળ પર ચાલતી ભઠ્ઠીઓ અને લઠ્ઠો બનાવવા માટે વપરાતો આથો તથા સાધનો તોડી પાડીને લાખો ‚પિયાના મુદ્દામાલનો સ્થળ પર નાશ કર્યો હતો. અચાનક અને આક્રમક રીતે દરોડા પાડવામાં આવતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. મહિસાગર જિલ્લા પોલીસ વડા એસ.પી.સફીન હસનના કડક આદેશ બાદ જિલ્લામાં ઈંગ્લીશ દા‚નુ દુષણ લગભગ નામશેષ થઈ ચુકયુ છે. ત્યારે આવનારા દિવસોમાં પણ દેશી દા‚ની ધમધમતી ભઠ્ઠીઓ શોધવા ડ્રોન સર્વેલન્સ અને કોમ્બિંગ ઓપરેશન સતત ચાલુ રખાશે જેથી જિલ્લાની દા‚ મુકત બનાવી શકાય.