
શહેરા તાલુકાના ભદ્રાલા ગામે થોડા દિવસો પૂર્વે બનેલી આકસ્મિક આગની ઘટનામાં એક પરિવારનું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. આ મુશ્કેલ સમયમાં સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવીને સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજ પીડિત પરિવારની વ્હારે આવ્યો હતો. સમાજ દ્વારા અગ્નિપીડિત પરિવારને નવેસરથી જીવન શ કરવા માટે .૨૧,૦૦૦/- ની રોકડ આર્થિક સહાય તેમજ કરિયાણાની રાશન કીટ અર્પણ કરવામાં આવી હતી. આ સાંત્વના અને સહાય વિતરણ કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજના પ્રમુખ ઉપેન્દ્રસિંહ ઠાકોર ઉપરાંત સંગઠનના અગ્રણીઓ, તાલુકા કક્ષાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પીડિત પરિવારને દિલસોજી પાઠવી મુશ્કેલીના સમયમાં સમાજ તેમની સાથે હોવાની ખાતરી આપી હતી.