રાજ્યની ૧૦ હજારથી વધુ બહેનો નરેન્દ્ર મોદીને રાખડી રૂપી રક્ષાસૂત્ર અને પોસ્ટકાર્ડ મોકલી રક્ષાબંધન ઉજવશે

આજે ભાજપા મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ અંજુબેન વેકરિયાએ ભાજપા પ્રદેશ કાર્યાલય આવનાર રક્ષાબંધન ઉજવણી અંગે તૈયારી દર્શાવી હતી. જેના ભાગરૂપે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી અંગે વાત કરતાં પ્રમુખ અંજુબેંન વેકરીયાએ જણાવ્યું હતું કે, ભાઈ-બહેનના અતૂટ બંધનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન સમગ્ર દેશ ૨૮ ઓગસ્ટના રોજ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે દર વર્ષે ભાજપ મહિલા મોરચાની બહેનો સહિત દેશ-ગુજરાતની અનેક બહેનો સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ સાથે દેશને મજબૂત, વિકસિત અને સુરક્ષિત બનાવવાનું કાર્ય કરનાર આપણા પીએમ નરેન્દ્ર મોદીને દીર્ઘાયુના આશીર્વાદ સાથે પોસ્ટકાર્ડ સાથે રાખડી મોકલવામાં આવશે. આ વર્ષે પણ ભાજપ મહિલા મોરચા સહિત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલી રાજ્યની ૧૦ હજારથી વધુ બહેનો નરેન્દ્ર મોદી પ્રત્યેના સ્નેહ, અતૂટ વિશ્વાસ અને લાગણી સાથે તેમને રાખડી રૂપી રક્ષાસૂત્ર અને પોસ્ટકાર્ડ મોકલશે.

પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓની સુરક્ષા, સન્માન અને સશÂક્તકરણને માત્ર રાજકીય નારો નથી બનાવ્યો, પરંતુ નીતિ, કાયદા, સહભાગિતા અને યોજનાઓ થકી મહિલાઓ માટે પરિણામલક્ષી કાર્ય કર્યું છે. એક ભાઈ પોતાની બહેનના સુરક્ષિત, સન્માનપૂર્ણ અને ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરે છે, તેવી જ ભાવના સાથે નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની બહેનો અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે દેશની કરોડો બહેનો માટે અનેકવિધ નક્કર નિર્ણયો કર્યા છે.

ગુજરાતમાં વિવિધ વર્ગની સરકારી નોકરીમાં ૩૩% મહિલા અનામત તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૫૦% બેઠકો અનામત રાખીને તેઓએ મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી છે. આજે અનેકવિધ મહિલાઓ સરકારના વિવિધ વિભાગોમાં અને જનપ્રતિનિધિ તરીકે સન્માનભેર જવાબદારીનું નિર્વહન કરી રહી છે. મહિલાઓને સુરક્ષિત, સ્વાવલંબી, ઉદ્યોગસાહસિક અને દેશના વિકાસમાં અને લોકતંત્રમાં ભાગીદાર બનાવવાનો સંકલ્પ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્પષ્ટપણે જાવા મળે છે.કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં મહિલા સશÂક્તકરણ માટે માત્ર વાતો જ થઈ પણ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટે કોઈ કાયદાકીય જાગવાઈ કરવામાં ન આવી. પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલી નીતિઓ અને યોજનાઓના ફળસ્વરૂપે આજે રાજ્ય અને દેશની મહિલાઓ સશકત, પગભર અને સક્ષમ બની છે. ગુજરાત અને દેશની મહિલાઓના આશીર્વાદ પણ નરેન્દ્રભાઇ મોદી સાથે છે.

ઉપરાંત લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓના ૩૩% પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવા માટે ૨૦૨૩ માં સંસદના બંને ગૃહોમાં ઐતિહાસિક નારી શÂક્ત વંદન અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. તેના જ અનુસંધાને મહિલાઓને ૨૦૨૯ લોકસભા ચુંટણી થી જ લોકસભામાં ૩૩% હિસ્સેદારીનો લાભ મળે તે માટે તાજેતરમાં સંસદમાં લેવાયેલા બિલનો કોંગ્રેસે સહિતના વિરોધ પક્ષોએ પસાર થવા દીધું ન હતું. કોંગ્રેસ મહિલાઓ ને સશકત કરવાની માત્ર વાતો જ કરે છે તે સાચા અર્થમાં મહિલાઓને દેશના ભવિષ્ય નિર્માણમાં ભાગીદાર નથી બનાવવા માંગતી. આમ પીએમ મોદીના રક્ષાબંધન પર્વની ઉજવણી અંગે રૂપરેખા રજૂ કરીને કોંગ્રેસ નેતૃત્વ અંગે પ્રહાર કર્યા હતા.