ગુજરાત સરકાર દારૂબંધી હટાવવાની કોઈ વિચારણા કરી રહ્યું નથી,સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી

ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે ફરી એકવાર ઝેરી દારૂએ ૮ પરિવારોના ઘરમાં માતમ પાથરી દીધો છે. ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં સર્જાયેલા ઝેરી લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક હવે ૮ પર પહોંચી ગયો છે, જ્યારે ૩૯થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તપાસમાં નકલી દારૂનો કારોબાર, દિલ્હીથી આવતું કેમિકલ, અમદાવાદ કનેક્શન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું નેટવર્ક સામે આવ્યું છે.મોતની મહેફિલ… અને એક પછી એક બુઝાતા જીવ.. ભાવનગરના ખરકડી ગામમાં ચાર દિવસ પહેલાં મિત્રો ભેગા થયા. દારૂની મહેફિલ જામી. પરંતુ કોઈને ખબર નહોતી કે ગ્લાસમાં દારૂ નહીં, મોત પીરસાઈ રહ્યું છે.

થોડા જ કલાકોમાં આંખે અંધારા આવવા લાગ્યા. ચક્કર, બેભાન થવાની ફરિયાદો શરૂ થઈ અને પછી એક પછી એક સાત લોકોના મોત થયા. હજુ પણ ૩૯ જેટલા લોકો હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે.ગુજરાતમાં ક્્યાં દારૂ મળતો નથી એ સૌથી મોટો સવાલ છે. રાજ્યમાં નકલી દારૂની જેમ દારૂબંધી પણ નકલી છે. ગુજરાતમાં ઘણા સમયથી દારૂબંધી હટાવવા માટે અનેક ચર્ચાઓ ચાલી છે. ગુજરાત સરકારી ગીફ્ટ સીટીમાં અનેક નિયમો હેઠળ દારૂને છૂટછાટ આપી છે પણ ગુજરાત ભરમાં દારૂબંધી હટાવવા માટે સરકાર આજે પણ નનૈયો ભણી રહી છે.

ગુજરાતમાં દારૂબંધી હટાવવી જાઈએ એવા સોશિયલ મીડિયામાં ચાલેલા ટ્રેન્ડ વચ્ચે આજે ગુજરાત સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખુલાસો કર્યો છે કે ગુજરાતમાંથી દારૂબંધી ક્યારેય હટશે નહીં. ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. સરકાર ભલે મસમોટા દાવાઓ કરે પણ ગુજરાતમાં દારૂ એટલો જ વેચાય છે અને પીવાય પણ છે. ગુજરાતમાં દારૂનું એક રીતસરનું નેટવર્ક ચાલે છે જેને કોઈ પણ સરકાર તોડવા માગતી નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદેશો કર્યા બાદ પોલીસ હાલમાં દરોડા પાડી રહી છે પણ શું ગુજરાતમાં દારૂબંધી લાગું છે એ સૌથી મોટો સવાલ છે. તપાસ આગળ વધી તો ખુલ્યું મોતનાકારોબારનું મોટું નેટવર્ક.

સ્ટેટ મોનિટરિંગ સેલના વડા મયુરસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે નકલી દારૂ ભાવનગરના મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે જ તૈયાર થતો હતો. આ આખા કાવતરાનો માસ્ટરમાઇન્ડ મધ્યપ્રદેશનો રઈસ અને તેનો સાથી નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૨૧ બુટલેગરો ઝડપાઈ ચૂક્્યા છે. ભોપાલથી મુખ્ય આરોપી રઈસ સહિત ગૌતમ સોલંકી અને અન્ય મુખ્ય આરોપીઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

તપાસના તાર હવે અમદાવાદ સુધી પહોંચ્યા છે. દારૂ બનાવવા માટે જરૂરી મિથેનોલ, ઇથેનોલ અને એસન્સ દિલ્હીથી પાર્સલ મારફતે અમદાવાદના સરખેજ હાઇવે પર આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પહોંચાડવામાં આવતું હતું.એસએમસી અને અમદાવાદ પોલીસે ગોડાઉનમાંથી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. સાથે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોમ્બિંગ ઓપરેશન ચલાવીને ૧૭૭થી વધુ દારૂના કેસ નોંધ્યા છે. ધોલેરા પોલીસે પણ કાર્યવાહી કરીને નકલી દારૂની ૨૪ બોટલો જપ્ત કરી છે, જેને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવી છે.

ભાવનગર નકલી દારૂ કાંડ બાદ ગુજરાત પોલીસ વડા જી એસ માલિકે સમગ્ર ગુજરાત દારૂ સબંધે કેસ કરવા ની ત્રણ દિવસ ની ડ્રાઇવ આપી હતી જેના અંતર્ગત અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને નિકોલ પોલીસના ડી સ્ટાફને પાકી બાતમી મળી હતી કે નિકોલ સુનિલ માખીજા અને કુબેરનગર ના દિનેશ જંડાવાલા નામના બે શખ્સો ભેગા મળીને બનાવટી દુબ્લીકેત અંગ્રેજી દારૂ બનાવી બોટલોમાં ભરીને મોટાપાયે આર્થિક ફાયદા માટે વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે નિકોલ વિસ્તારમાં વોચ ગોઠવીને, નિકોલ ના અટલ આવાસ યોજના પાસેથી ૨૬ વર્ષીય સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો