
ગુજરાતમાં વરસાદનો માહોલ થોડા દિવસ માટે નબળો પડ્યા બાદ હવે ફરી ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ૨૭થી ૩૦ ઓગસ્ટ દરમિયાન વરસાદની તીવ્રતા ફરી વધી શકે છે.જાકે આગામી દિવસોમાં વરસાદી માહોલ ફરી સક્રિય થવાની શક્્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સહિતની સિસ્ટમની અસરથી ૨૭ ઓગસ્ટ સુધી ગુજરાતમાં છુટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટાં પડી શકે છે. જાકે હાલ ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છુટાછવાયા વિસ્તારોમાં હળવાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આગામી દિવસોમાં પણ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટાંનો માહોલ યથાવત્ રહી શકે છે. ૨૨થી ૨૬ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં છુટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્્યતા છે.
આ સમયગાળા દરમિયાન રાજ્ય માટે ભારે વરસાદની કોઈ ચેતવણી નથી.નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટંગના વિવિધ મોડલ્સ મુજબ ૨૭થી ૩૦ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, વડોદરા અને આણંદ સહિત મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટÙ અને કચ્છમાં છુટાછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદનાં ઝાપટાં પણ પડી શકે છે.