
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે નવેસરથી ગઠબંધનની શક્યતા અંગે ચર્ચાઓ તેજ બની છે. અકાલી નેતા અને ભટિંડા સાંસદ હરસિમરત કૌર બાદલના એક નિવેદનથી બંને પક્ષો ફરીથી એક સાથે આવવાની અટકળોને વેગ મળ્યો છે. હરસિમરત કૌર બાદલે પૂર્વ અકાલી દળ પ્રમુખ સંત હરચંદ સિંહ લોંગોવાલની પુણ્યતિથિ નિમિત્તે સંગ્રુરમાં એક કાર્યક્રમમાં ભીડને સંબોધિત કરી. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે પંજાબના વિકાસ અને કેન્દ્ર સરકારના સમર્થન વિશે વાત કરી.
તેમણે કહ્યું, “તમે એક સ્કીલ્ડ યુનિવર્સિટીની માંગ કરી છે. આ નાના કાર્યો છે. ગુરુ સાહેબના આશીર્વાદથી, જા ભૂતકાળની જેમ, દિલ્હીથી પંજાબમાં વિકાસ પ્રોજેક્ટ્સ લાવવા માટેના કરારો થાય છે, તો રાજ્યમાં મોટા વિકાસ પ્રોજેક્ટ્સનો પાયો નાખવામાં આવશે.” જાકે, હરસિમરત કૌર બાદલે ભાજપ અને શિરોમણી દળ વચ્ચેના સંભવિત જાડાણ અંગે કોઈ સીધી જાહેરાત કરી ન હતી. તેમણે આ મુદ્દા પર વિગતવાર બોલવાનું ટાળ્યું હતું, એમ કહીને કે જાહેરાત કરવાનું તેમનું કામ નથી, અને સમય જતાં બધું જ જનતા સમક્ષ જાહેર કરવામાં આવશે.
તેમના નિવેદનને ભાજપ અને અકાલી દળ વચ્ચે સંભવિત રાજકીય કરારના સંકેત તરીકે જાવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ શિરોમણી અકાલી દળે પંજાબમાં શાંતિ અને સુમેળ માટે કામ કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે ઘણા નાના જૂથોને આપણને નબળા પાડવા માટે ખીલવા દેવામાં આવ્યા છે. આ “બહારના લોકો” દ્વારા કરવામાં આવ્યું છે જેમને પંજાબ પ્રત્યે કોઈ પ્રેમ કે સહાનુભૂતિ નથી. તેઓ ફક્ત અમને લૂંટવા અને શાસન કરવા માંગે છે.તાજેતરમાં, અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતે બંને પક્ષો વચ્ચે જાડાણ અંગે ચર્ચાઓને વધુ તીવ્ર બનાવી દીધી. આ પછી, અકાલી દળે મહિલા અનામતના વહેલા અમલીકરણની માંગને ટેકો આપ્યો. વધુમાં, લોકસભા બેઠકોની સંખ્યા વધારવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને પણ ટેકો વ્યક્ત કરવામાં આવ્યો