છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી-બોડેલી-સંખેડા-કવાંટ-પાવીજેતપુર-છોટાઉદેપુર-કદવાલ આમ ૭ તાલુકા આવેલા છે. જેમાં બે સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ આવેલા છે. અને જિલ્લામાં ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે. અને ૫૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે.
જયારે જિલ્લામાં ૧૦ લાખથી વધુની વસ્તી છે. અને આદિવાસી જિલ્લો છે. જયારે આદિવાસી જિલ્લામાં ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ગાયનેક સર્જન અને ઓર્થોપેડિક સર્જન તેમજ જનરલ સર્જનની જગ્યા ભરવામાં આવતી નથી. જયારે છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલમાં પણ સર્જન ડોકટરોની જગ્યા ખાલી છે. આદિવાસી જિલ્લામાં રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડોકટરોની જગ્યા ન ભરાતા ૪૦થી ૫૦ કિ.મી.સુધી સર્જન ડોકટરની સારવાર લેવા માટે જવુ પડે છે. ગરીબ આદિવાસી લ ોકોને મોંઘા ભાવની દવા ખાનગી દવાખાનાઓમાં કરાવવી પડે છ ે. હાલ તો આદિવાસી જિલ્લામાં ખાલી જગ્યાઓ સર્જન ડોકટરોની ભરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. જયારે વિકાસની ગુલબાંગો વચ્ચે આદિવાસી સમાજના લોકોને મફત સારવાર માટે જિલ્લામાં ડોકટરોની જગ્યા ભરાવવી જોઈએ તે માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેના માટે ધ્યાન આપવુ જોઈએ તેવી માંગ ઉઠી છે.