
૧૪ અસરગ્રસ્ત ગામોમાં આગામી પાંચ દિવસ સુધી સ્થળ સર્વે અને ગ્રામસભાઓ યોજાશે.
દાહોદ જીલ્લામાં દિલ્હી-મુંબઈ કોરિડોરના નિર્માણને કારણે અસરગ્રસ્ત ગામોમાં ઊભી થયેલી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત ગ્રામજનોની સમસ્યાઓનો સ્થળ પર જ તાગ મેળવી યોગ્ય ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓની સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, NHAI સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ દ્વારા દિલ્હી-મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત દાહોદ જિલ્લાના કુલ 14 ગામોમાં આગામી પાંચ દિવસ દરમિયાન રૂબરૂ મુલાકાત લઈ સ્થળ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અસરગ્રસ્ત ગામોમાં ગ્રામસભાઓ યોજી ગ્રામજનોની સમસ્યાઓ અને રજૂઆતો પણ સાંભળવામાં આવી રહી છે.
આ કામગીરીના ભાગપે આજે ચાટકા અને છાયણ ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં દિલ્હી-મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અધિકારીઓ સમક્ષ પોતાની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો રજૂ કરી હતી.
ગ્રામજનો દ્વારા ખાસ કરીને વીજળી, પીવાના પાણીની સુવિધા, અવરજવર માટેના રસ્તા તથા અન્ય સ્થાનિક સુવિધાઓ અંગે પ્રશ્નો અને રજૂઆતો કરવામાં આવી હતી. અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સમસ્યાઓ અંગે જરી માહિતી મેળવી હતી.
ગ્રામસભા ઉપરાંત અધિકારીઓ દ્વારા કોરિડોરથી અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિ, ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે અધિકારીઓ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી.
વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની સમસ્યાઓ માત્ર કાગળ પર નહીં પરંતુ સ્થળ પર જઈને સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોની રજૂઆતો અને સ્થળ નિરીક્ષણના આધારે જરી કાર્યવાહી હાથ ધરી સમસ્યાઓના યોગ્ય ઉકેલ માટે આગળની કામગીરી કરવામાં આવશે.
દિલ્હી-મુંબઈ કોરિડોર જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ગ્રામજનોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીને કારણે ગ્રામજનોમાં પોતાની રજૂઆતો સીધી અધિકારીઓ સમક્ષ મૂકવાની તક મળી છે.