
મોરવા(હ)તાલુકાના મોરા ખાતે મુખ્ય માર્ગને અડીને કરવામાં આવેલા કાચા પાકા અનઅધિકૃત દબાણો તંત્ર દ્વારા દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા પ્રથમ દિવસે મુખ્ય માર્ગથી ૧૫ મીટરનુ રેખાંકન કરવા સાથે દબાણ કર્તાઓને સ્વૈચ્છાએ દબાણ દુર કરવા તક અપાઈ હતી.
મોરવા(હ)ના મોરા બજારમાંથી પસાર થતાં મુખ્ય માર્ગની સાઈડમાં કાચા પાકા અને હંગામી દબાણો કરી દેવામાં આવતા ટ્રાફિક વ્યવહારને અસર પહોંચી છે. અવર જવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને દબાણોને કારણે ભારે તકલીફનો સામનો કરવો પડે છે. આ સર્જિત પરિસ્થિતિમાંથી રાહદારીઓ અને વાહનચાલકોને મુકિત મળે એ માર્ગ માર્ગ મકાન વિભાગ દ્વારા રેખા નિયંત્રણ ધારાનો ભંગ કરવા બાબતે સોથી વધુ દબાણકર્તાઓને નોટિસ આપી મેત્રાલ-મોરા-સુલિયાત-સંજેલી રોડની બાજુમાં થયેલા ગેરકાયદે બાંધકામો દિન-૭માં દુર કરવા જણાવ્યુ હતુ.ત્યારબાદ માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રાંત અધિકારી શહેરા, મોરવા(હ) મામલતદાર, માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સહિતની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણ અંગે રેખાંકન કરી દબાણ દુર કરવા દબાણ કર્તાઓને સુચન કરાયુ હતુ. દરમિયાન દબાણકર્તાઓએ સ્વૈચ્છાએ દબાણ દુર કરવાની તક પ્રથમ દિવસે અપાઇ હતી. જેથી દબાણ કર્તાઓએ દુબાણ દુર કરવાની શરૂ આત કરી છે. જોકે માર્ગને અડીને વૃક્ષોની ડાળીઓ સહિત તંત્ર દ્વારા જેસીબી મશીન વડે દુર કરાયુ હતુ.