હાલોલ પાવાગઢ રોડ એક મીનાર મસ્જીદ નજીક જંગલમાં ૨૩ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

હાલોલ ગંગાનગર-૧માં રહેતા ૨૩ વર્ષીય યુવકે તા.૧૮ ઓગસ્ટના રોજ કોઈ અગમ્યકારણોસર પાવાગઢ રોડ એક મીનાર મસ્જીદ નજીક આવેલ જંગલમા: ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી મરણ ગયાની ફરિયાદ નોંેધાવા પામી છે.

હાલોલ ગંગાનગર-૧ બાલાભોલા હનુમાન મંદિર પાછળ રહેતા સુનિલભાઈ સરતનભાઈ રાઠવા ઉ.વ.૨૩ એ તા.૧૮ ઓગસ્ટના રોજ કોઈ અગમ્યકારણોસર પાવાગઢ રોડ પર આવેલ એક મીનાર મસ્જીદ નજીક જંગલમાં ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવી નાખેલ હોય આ બાબતે હાલોલ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.