ગોધરા રેલ્વે પ્લે.૪/૫ પાણીની પરબ પાસે ૭૫ વર્ષીય અજાણ્યા વ્યકિતનું કુદરતી મોત

ગોધરા રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં.૪/૫ પાણીની પરબ પાસે તા.૦૪/૦૭/૨૦૨૬ના રોજ અજાણ્યો ૭૫ વર્ષીય ઈસમ કોઈ પણ બિમારીના કારણે કુદરતી રીતે મરણ ગયેલ હોય તે અંગે ગોધરા રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં.૪/૫ પાણીની પરબ પાસે કિ.મી.૪૬૯/૧૧૬૮ પાસે તા.૦૪/૦૭/૨૦૨૬ના રોજ અજાણ્યા ૭૫ વર્ષીય વ્યકિત કોઈપણ બિમારીના કારણે કુદરતી રીતે મરણ ગયેલ હોય આ બાબતે રેલ્વે પોલીસ મથકે અ.મોત નં.૧૮/૨૦૨૬ મુજબ ગુનો નોંધાયેલ હોય અજાણ્યા ૭૫ વર્ષીય મરણજનાર વ્યકિત રંગ ધંઉ વર્ણ, ઉંચાઈ ૫.૫ઈંચ, શરીરે સફેદ કાળા રંગનો લાઈનીંગવાળો શર્ટ અને સફેદ ધોતી પહેરેલ છે. અજાણ્યા મૃતકના વાલી વારસોએ ગોધરા રેલ્વે પોલીસનો સં૫ર્ક કરવો