સંજેલીના કોટા ડુંગર ખાતે નવીન રેસ્ટહાઉસની હલકી કક્ષાની કામગીરીને લઈ લોકોમાં રોષ

સંજેલી તાલુકાના કોટા ડુંગર પર વન વિભાગ દ્વારા અંદાજે ૬૮ લાખના ખર્ચે નિર્માણ પામેલા રેસ્ટ હાઉસના ઉદ્ધાટન પહેલા જ તિરાડો દેખાતા બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્ર્નો ઉભા થયા છે. નવીન બાંધકામમાં પગથિયા દિવાલો અને ટાઇલ્સમાં હલકી કક્ષાનુ મટીરીયલ વાપરતા તિરાડો પડી ગઇ હતી. જેના પગલે વન વિભાગ દ્વારા તપાસ કરાતા ક્ષતિ જણાઈ આવી હતી.

રેસ્ટ હાઉસમાં ઉદ્ધાટન પહેલા જ કામગીરીમાં પોલ સામે આવી છે. અનેક સ્થળોએ દિવાલો અને પગથિયામાં તિરોડો પડી છે. જયારે ભોંયતળિયે લગાવેલ ટાઈલ્સ પણ બેસી જતાં સમગ્ર બાંધકામની ગુણવત્તા અંગે શંકા વ્યકત કરાઈ રહી છે. સ્થળથી તપાસ કરતા વન વિભાગ દ્વારા સંબંધિત કોન્ટ્રાકટરને જ‚રી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે. વધુમાં માહિતી મળી કે, કોન્ટ્રાકટરને હજુ સુધી પેમેન્ટ ચુકવણી કરવામાં આવી નથી. તેમજ બિલ્ડિંગનુ કમ્પ્લીશન સર્ટિ.પણ આપવામાં આવ્યુ નથી. સ્થાનિક લોકોનુ માનવુ છે કે, સરકારી નાણાંમાંથી તૈયાર થયેલા આવા મહત્વના પ્રોજેકટમાં જો ઉદ્ધાટન પહેલા જ ખામીઓ સામે આવતી હોય તો સમગ્ર બાંધકામની નિષ્પક્ષ અને ટેક્નિકલ તપાસ થવી જ‚રી છે. રાજયની ટીમ દ્વારા તપાસ કરવા અને જયાં સુધી યોગ્ય ટેન્ડર મુજબ કામગીરી ન કરવામાં આવે ત્યાં સુધી નાણાં રોકી રાખવા અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરાઈ છે.