છોટાઉદેપુર જિલ્લાના ૫ તાલુકામાં કસ્તુરબા વિદ્યાલયની છાત્રાઓને બે માસ બાદ પણ સ્કુલ ડ્રેસ અને શુઝ મળ્યા નથી

છોટાઉદેપુર જિલ્લાના ૫ તાલુકામાં ચાલતી ગાંધી કસ્તુરબા વિદ્યાલયમાં નવુ સત્ર શ‚ થયે બે માસ વિતી જવા છતાંય જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીનીઓને સ્કુલ ડ્રેસ તેમજ સ્કુલ શુઝ અને અન્ય સામગ્રી આપી નથી. જિલ્લા શિક્ષણ અધિકારીની બેદરકારી બહાર આવી છે. અને અધિકારીઓ સામે વાલઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

છોટાઉદેપુર જિલ્લાના પાંચ તાલુકાઓમાં ગાંધી કસ્તુરબા વિદ્યાલય ચાલે છે જેમાં નસવાડી તાલુકાના પોચંબા, કવાંટ તાલુકાના મોગરા અને ચમલવાટ, છોટાઉદેપુરના ઝોઝ અને હરપાલપુરા તથા પાવીજેતપુરના પાલીયા અને બોરધાજેમાં ૭ જેટલી શાળાઓમાં વિદ્યાર્થીનીઓને રહેવા-જમવાની સુવિધા તેમજ અન્ય સુવિધાઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે. ૧૫૦૦ જેટલી વિદ્યાર્થીનીઓને નવા સત્રને પ્રારંભ થયે બે માસ ઉપરાંતનો સમય વિતવા છતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કુલ ડ્રેસ, સ્કુલ શુઝ તેમજ અન્ય ચીજવસ્તુઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે તે તમામ વસ્તુઓ ખરીદી વિદ્યાર્થીનીઓને વંચિત રાખવામાં આવી છે. જયારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને પુછતા તેઓએ જણાવ્યુ કે, થોડાક સમયમાં સ્કુલ ડ્રેસ ખરીદી લઈશુ પરંતુ નિયમો મુજબ શાળા શ‚ થાય અને નવા સત્રનો પ્રારંભ થાય જે વિદ્યાર્થીનીઓએ એડમીશન લીધા હોય તેઓને તાત્કાલિક ધોરણે તમામ ચીજવસ્તુઓ ખરીદીને પુરી પાડવાની હોય છે. ત્યારે અડધો વર્ષ વિતી જવા છતાંય હજુ સુધી સમગ્રી આપવામાં આવી હતી.