દે.બારીયા નગર પાલિકાના વિરોધ પક્ષના દ્વારા છેલ્લા બે વર્ષના વિકાસના કામોનું લેખા જોખા સાથે માહિતીની માંગ કરી

દે.બારીયા નગર પાલિકામાં હાલની પેટા ચૂંટણીમાં સત્તાધારી મજબુત ગણાતું ભાજપ પક્ષે છ સીટો માંથી બે સીટ ઉપર હેમખેમ જીત મેળવી હતી તે સૌ જાણે છે. પેટા ચૂંટણી બાદ વિપક્ષ મજબુત થયો છે. તેથી પાલિકાના કર્મીઓ માત્ર સત્તા પક્ષના કાર્યોને પ્રાથમિકતા આપતા હવે તેઓની નીચે રેલો આવ્યો છે. વિરોધ પક્ષ વ્યાજ સાથે વસુલાત કરવાનું મન બનાવી લીધું છે. તેવા સંકેતો આ લેખિત માંગ પરથી સમજી શકાય છે.

પ્રાપ્ત માહિતી અને આધારભૂત લેખિત માંગના આધારે પાલિકાના લગભગ ૧૩ જેટલા સભ્યોની સહીવાળો પત્રમાં છેલ્લા બે વર્ષના વિકાસના કામો અને ટેન્ડરોની ચુકવણી તેમજ પ્રગતિ હેઠળના કામો અને વિવિધ ગ્રાન્ટો ખાતાવાર બેંેક બેલેન્સની સોફટ કોપીમાં માહિતી મેળવવા માટે ચીફ ઓફિસરને અનુરોધ કરતો એક પત્ર તા.૨૦/૦૮/૨૦૨૬ના ગુરુવારના રોજ આપવામાં આવ્યો છે. તેવા સત્તાવાર સમાચાર પ્રાપ્ત થયા છે. વિગતો આ મુજબની છે. (૧) વિકાસના કાર્યોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન મંજુર કરવામાં આવેલા તમામ વિકાસના કામોના ટેન્ડરની યાદી તેમજ મંજુરીની તારીખ તેમજ અંદાજીત રકમ તથા ટેન્ડર મેળવનારી એજન્સીઓ તથા ઈજારાદારની સર્ં૫ૂણ વિગતોની માંગ કરી છે. આમ, તો ભાઈ જાતિવાદ ચલાવાયું છે. તેવું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. (ર) પૂર્ણ થયેલા કામો અને ચુકવણીની રકમ તારીખો મુજબ ના છેલ્લા બે વર્ષમાં પૂર્ણ કરેલા તમામ કામોની વિગતો અને એજન્સીને કરવામાં આવેલી ચુકવણીની રકમ વાઉચરના નંબરો તથા તારખી સહિતની વિગતવાર માહિતીની માંગ કરી છે. (૩) ટેન્ડર પ્રક્રિયાની ફાઈલોની સોફટ કોપી સાથે મંજુર થયેલા તેમજ બહાર પાડવામાં આવેલ તમામ ટેન્ડરોની મૂળ ફાઈલો તેમજ ટેન્ડરોની શરતો ટેકનીકલના કોર્મશીયલ બિડાણો તથા વર્ક ઓર્ડર તેમજ કરાર પત્રની સર્ં૫ૂણ સોફટ કોપીની માંગ મૂકી છે. આમ, તો કુલ છ મુદ્દાઓના વિવિધ પ્રકારની માંગો છે. જેમાં હાલ પ્રગતિ હેઠળના કાર્યો તેમજ પાલિકાના વિવિધ બેંકેબલ ખાતાઓમાં એકાઉન્ટ બેલેન્સની પ્રમાણિત કરેલીની નકલ તેમજ વિવિધ સરકારી ગ્રાન્ટોની સ્થિતીમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તરફથી મળેલ વિવિધ યોજનાની ગ્રાન્ટો જેવી કે, ૧૫મું નાણાં પંચ, સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સાથે અમૃત૨.૦ જેવી સામાન્ય ગ્રાન્ટોને વાપરવામાં આવેલી અને સીલક પડેલ છે. બાકી રહેલ ગ્રાન્ટની શું ? આયોજન સાથે વર્કપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેની વિગતો સાથે વિરોધ પક્ષે લેખિતમાં માંગ મૂકી છે. આમા સબ સલામત હશે ખરું ? તે આવનારો સમય બતાવશે.