
કાલોલ તાલુકાના ઝીલીયા ગામ ખાતેથી પરવાનગી વિના ઝાડ કાપીને લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો છે. મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન એક વાહનને રોકીને પાસ-પરમિટ માંગવામાં આવતા વાહન ચાલક પાસે કોઈ માન્ય પરમિટ મળી આવી ન હતી.
આરોપી/ચાલક: બદના સલીમ મોહંમદ હનીફ (ઉંમર: ૨૦ વર્ષ, ધંધો: ડ્રાઈવિંગ, રહેવાસી: વેજલપુર, તા. કાલોલ, જી. પંચમહાલ) ઝડપાયેલ વાહન નંબર: GJ-07-U-5451 ઘટના સ્થળ ઝીલીયા (ગોધરા તરફ લઈ જતી વખતે પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે લાકડા ભરીને જઈ રહેલા આ વાહનને સીઝ કરીને મામલતદાર કચેરી, કાલોલ ખાતે મુકવામાં આવ્યું છે. વાહન ચાલકે સરકારી નિયમો મુજબ દંડ ભરવાની સંમતિ દર્શાવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.