બોડેલીમાં ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીની દુકાનોમાં સધન ચેકીંગ :સ્થળ પર ટેસ્ટિંગ કરાયું

બોડેલીમાં ફૂડ વિભાગ વડોદરાની ટીમે ખાણીપીણીની લારીઓ, હોટલો અને ફરસાણની દુકાનો સહિત વિવિધ સ્થળોએ સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને ’ફૂડ ટેસ્ટિંગ ઓન વ્હીલ્સ’ મોબાઇલ લેબ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ બોડેલીના અલીપુરા ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર અને બોડેલી બજાર સહિતના મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી. ટીમે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજીનની ચકાસણી કરી હતી.

ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના જ‚રી નમૂના લીધા હતા, જેની વધુ તપાસ લેબોરેટરીમાં કરવામાં આવશે. મોબાઇલ લેબ દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગુણવત્તાની પ્રાથમિક ચકાસણી તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન, હોટલ અને ખાણીપીણીના સંચાલકોને ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને હાઇજીનના ધોરણો જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

ફૂડ વિભાગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ આ પ્રકારની તપાસ ઝુંબેશ ચાલુ રહેશે, જેથી ગ્રાહકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે.