
બોરતલાવ તાલુકા પંચાયત હેઠળના હાંડોદ ગ્રામ પંચાયત ખાતે પોષણ માહ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય ભાવિકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ભાવિકાબેન પટેલે સ્પર્ધામાં ભાગ લેનાર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે ભાવિકાબેને મહિલાઓને સંબોધતા પોષણયુક્ત આહાર અને સ્વસ્થ જીવનશૈલીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે તેનાથી પરિવાર તંદુરસ્ત રહે છે અને મહિલાઓને રોજિંદા આહારમાં બાજરી, રાગી, કઠોળ, લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવા પ્રોત્સાહિત કર્યા.
સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓએ ઘરે બનાવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન પોષણ, સ્વચ્છતા અને માતૃ-બાળ આરોગ્ય અંગે પણ ઉપસ્થિતોને માર્ગદર્શન પૂં પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે, ભાવિકાબેન પટેલે આવા જનજાગૃતિના કાર્યક્રમના આયોજન બદલ આયોજકોનો આભાર માન્યો હતો.