પંચમહાલ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડને મોટી સફળતા મળી છે. ગોધરા શહેર અ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્ર્વાસઘાતના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર બે વોન્ટેડ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા શહેર અ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના નાના માછીવાડાનો રહેવાસી મિતેશકુમાર ભારતભાઈ ખોટ અને મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મોટા વડદલાનો રહેવાસી ભરતભાઈ મુળાભાઈ રોહિત છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હતા.
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ-ગોધરા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશના ભાગપે, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલાની સૂચના અને પેરોલ ફર્લો સ્કવોડના ઙજઈં જે.ડી. તરાલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, અજઈં પસિંહ કલાભાઈને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે તપાસ શ કરી હતી.
બાતમીના આધારે, આરોપી મિતેશકુમાર ભારતભાઈ ખોટને મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના નાના માછીવાડા ખાતેથી અને આરોપી ભરતભાઈ મુળાભાઈ રોહિતને અમદાવાદના હંસપુરા-નવા નરોડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર અ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.