છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીમાં ખાસ સંક્ષિપ્ત સુધારા પ્રક્રિયા પુર્ણ

ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેર કરાવામાં એસ.આઈ.આર.કાર્યક્રમ મુજબ તા.૨૭/૧૦/૨૦૨૫ થી તા.૧૭/૦૨/૨૦૨૬ સુધી કુલ ૧૧૩ દિવસ કામગીરી કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના કુલ ૧૦૯૪ બી.એલ.ઓ.-૧૧૫ સુપરવાઈઝર-૬ એઈઆરઓ-૩ ઈઆરઓએ કામગીરી કરી હતી.

છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષ્પ્તિ સુધારણા(એસ.આઈ.આર.૨૦૨૫)પ્રક્રિયા સંપન્ન થતાં જિલ્લા ચુંટણી અધિકારી ગ્રી જૈનના હસ્તે કુલ ૭.૯૨.૧૮૬ મતદારોની આખરી યાદી રાજકિય પક્ષોના પ્રતિનિધિઓને એનાયત કરી હતી. આ કામગીરી દરમિયાન જિલ્લાના કુલ ૯૨.૩૦ ટકા મતદારોના એન્યુમિરેશન ફોર્મ મેળવી ડીઝિટીજેશન પુર્ણ કર્યુ અને કુલ ૯૭.૨૫ ટકા મતદારોનુ મેપિંગ કર્યુ હતુ. મેપિંગ થયેલ ન હોય તેવા જિલ્લાના કુલ ૨૩.૧૫૪ મતદારોનુ ઈઆરઓ-એઈઆરઓ દ્વારા તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૦/૦૨/૨૦૨૬ સુધી હિયરીંગની કામગીરી કરી છે. એસ.આઈ.આર.ઈટ અંતે ફાઈનલ ઈલેકટ્રોલ રોલમાં મતદાર યાદીની વિગતો આ પ્રમાણે છે. તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલા પ્રથમ તબકકામાં ડ્રાફલ રોલમાં ૭.૭૬.૯૪૫ મતદારો અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ ૧૭.૦૮૭ મતદારોનો ઉમેરો જયારે કુલ ૧૮૪૬ નામો કમી કર્યા છે. એમ ક ુલ ૧૫.૨૪૧ ચોખ્ખો ઉમેરો થયો છે. આમ આજની સ્થિતિએ છોટાઉદેપુર જિલ્લામાં કુલ ૭.૯૨.૧૮૬ મતદારો નોંધાયેલા છે. આખરી મતદાર યાદી માન્ય રાજકિય પક્ષોને અને તમામ મતદાન મથકોએ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જયાં મતદારો પોતાની વિગતો ચકાસી શકે છતા.૦૧/૦૪/૨૦૨૬ ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પુરા કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નં.-૬ ભરીને તેઓનુ નામ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. વખતો વખત કરવામાં આવતા સતત સુધારણા અંતર્ગત નાગરિકો પણ ફોર્મ નં.-૬/૭ અને ૮ ભરી શકશે.