
સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમની દેશવ્યાપી હડતાળને કારણે ઇલેક્ટ્રિસિટી, બેન્કિંગ, ઇન્શ્યોરન્સ, ટ્રાન્સપોર્ટ, હેલ્થ, ગેસ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સેવાઓ પર અસર પડી હતી. ભાવનગરમાં પણ ટ્રેડ યુનિયનોની હડતાળને સમર્થન આપતા લોકોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો.
દેશભરમાં કામદારોની હડતાળને ભાવનગર શહેરમાં પણ ટેકો આપવામાં આવ્યો છે. ભાવનગર શહેરમાં મોતીબાગ ટાઉનહોલથી વિવિધ યુનિયનોની એક રેલી નીકળી હતી. આ રેલી મોતીબાગથી નીકળીને શહીદ ભગતસિંહ ચોક સુધી પહોંચી હતી. જોકે, કામદારોની સરકાર સામે નવી નીતિના પગલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે કેટલીક માંગણીઓની સાથે યુનિયનો દ્વારા રેલી યોજીને વિરોધ વ્યક્ત કરી પોતાની માંગને મુકી છે.
ભાવનગર શહેરના સામ્યવાદી પક્ષના નેતા અરુણ મહેતાએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં મોતીબાગ હોલથી એક રેલી નીકળી હતી જેમાં બેંક,એલઆઇસી,આંગણવાડી વગેરે વર્કરોના યુનિયનો મળીને આશરે ૩૦૦૦ની સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા હતા. આ રેલી મોતીબાગથી ઘોઘા ગેટ ચોક થઈને હલુરિયા ચોક શહીદ ભગતસિંહની પ્રતિમા સુધી પહોંચી હતી. જ્યાં શહીદ ભગત પ્રતિમા પાસે માનવ સાંકળ બનાવીને પોતાની માંગણી સાથે સરકારની નીતિનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અરુણ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે દૃેશભરમાં આજે હડતાળ ૧૦ જેટલા ટ્રેડ યુનિયાનોએ દૃેશભરમાં ૨૯ શ્રમજીવી કાયદૃા રદૃ કરીને નવા ચાર લેબર કોર્ટને જે મંજૂરી આપી છે તેના વિરોધમાં હડતાળ જાહેર કરી છે. આ હડતાળને પગલે આજે ભાવનગર શહેરમાં પણ વિવિધ યુનિયનો જોડાયા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
અરુણ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રેડ યુનિયનોની માંગ છે કે ચાર નવા લેબર કોર્ટ રદૃ કરવામાં આવે જ્યારે ૨૯ કાયદૃા ફરી અમલમાં મૂકવામાં આવે. આ સાથે કામદૃારોને લઘુતમ વેતન ૨૬,૦૦૦ મળી રહે, આંગણવાડી આશા વર્કર જેવી બહેનોને કાયમી કરવામાં આવે, તમામ કામદૃારનું ઓછામાં ઓછું ૧૦,૦૦૦ પેન્શન આપવામાં આવે, કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં સમાન કામ સમાન વેતન આપવું જોઈએ તેવી વિવિધ માંગોને લઈને હડતાળ યોજાઈ હતી.