
૨૫૭૦ કિલો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે. ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરીમાં મોકલાયા
અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. એમએમસી ફૂડ રેડ હેઠળ મનપાના આરોગ્ય અને ખોરાક વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગોતા, કાલુપુર અને નવરંગપુરા વિસ્તારમાં આવેલા ત્રણ જાણીતા ખાદ્ય એકમોમાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન જાવા મળતા તેમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે. મનપાની કાર્યવાહી દરમિયાન કુલ ૨૫૭૦ કિલોગ્રામ અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે કેટલાક ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઓચિંતી તપાસ કરી હતી. આ દરમિયાન કેટલાક સ્થળોએ રસોડા, સ્ટોરેજ અને ખાદ્ય પદાર્થોના સંચાલનમાં ગંભીર બેદરકારી જાવા મળી હતી.ગોતા વિસ્તારમાં આવેલા આ એકમમાં ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદન અને સંગ્રહ દરમિયાન સ્વચ્છતા સંબંધિત ગંભીર ખામીઓ મળી આવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા.
કાલુપુરની રોયલ ડેરી એન્ડ સ્વીટ્સ ખાતે મીઠાઈ અને ડેરી પ્રોડક્ટ્સ બનાવવાના સ્થળે જરૂરી સ્વચ્છતા જાળવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. આને ધ્યાનમાં રાખીને તંત્રએ એકમને સીલ કરી દીધો હતો.નવરંગપુરા વિસ્તારમાં આવેલા બોમ્બે બિરયાનીના કિચનમાં પણ અનહાઇજીનિક સ્થિતિ જોવા મળી હતી. ખાદ્ય પદાર્થો તૈયાર કરવામાં જરૂરી સફાઈ અને સલામતીના ધોરણોનું પાલન ન થતાં મનપાએ કડક પગલું ભર્યું હતું. એએમસી ફૂડ રેડ દરમિયાન મનપાની ટીમોએ કુલ ૨૫૭૦ કિલોગ્રામ જેટલો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થામાં વાસી, ગુણવત્તાહીન અને માનવ વપરાશ માટે યોગ્ય ન હોય તેવી ખાદ્ય સામગ્રીનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે. મનપા દ્વારા આવા જથ્થાનો કાયદેસર રીતે નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાદ્ય પદાર્થોમાં બેદરકારી કે ગુણવત્તા સાથે સમાધાનથી શહેરીજનોના આરોગ્ય પર સીધી અસર થઈ શકે છે, તેથી આ પ્રકારની કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ગોતા Âસ્થત આઇશ્રી ખોડીયાર ગૃહ ઉદ્યોગમાંથી મોટા પ્રમાણમાં બજારમાં પહોંચતી કેટલીક ખાદ્ય વસ્તુઓના નમૂનાઓ લેવામાં આવ્યા છે. તેમાં ખજૂર-આંબલીની ચટણી, ફ્રૂટ સ્ક્વોશ અને ફ્રૂટ શરબત જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી અધિકારીઓએ નિયમ મુજબ સેમ્પલ એકત્ર કરીને તેને સીલ કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પÂબ્લક હેલ્થ લેબોરેટરીમાં મોકલ્યા છે. હવે આ નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલની તપાસમાં જા કોઈ હાનિકારક તત્વ, અનધિકૃત રંગ, કેમિકલ અથવા અન્ય અખાદ્ય પદાર્થ મળી આવશે તો સંબંધિત સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
અમદાવાદ મનપાના ફૂડ વિભાગે શહેરના તમામ ખાદ્ય વ્યવસાયોને સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી સંબંધિત નિયમોનું કડક પાલન કરવા ચેતવણી આપી છે. ચા-નાસ્તાની લારીથી લઈને મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ સુધી દરેક જગ્યાએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.મનપાએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર એક વખતની કાર્યવાહી સુધી જ આ ઝુંબેશ સીમિત રહેશે નહીં. જે ખાદ્ય એકમો વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા નોટિસ આપ્યા બાદ પણ જરૂરી સુધારો નહીં કરે, તેમના વિરુદ્ધ વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.જરૂરિયાત મુજબ એફએસએસએઆઇ લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે. આ કારણે ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકો માટે સ્વચ્છતા અને નિયમોનું પાલન કરવું વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.