બોડેલીના વાઘવા ગામે હાઈવા ટ્રકની ટકકરે બાઈક સવાર એક વ્યકિતનું મોત

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકામાં વાઘવા ગામ પાસે હાઇવા ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થતાં એક યુવકનું મોત થયું અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માત શિહોદ-વાંકી માર્ગ પર થયો હતો.

મોટા બુટિયાપુરા ગામના ૪૦ વર્ષના યુવક નું ઘટનાસ્થળે જ મોત થયું. બાઇક પર સવાર પાટિયા ગામના યુવકને ગંભીર ઇજા થતાં નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા.

અકસ્મતમાં બાઇક ટ્રકની નીચે ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ સ્થળે પહોંચી અને મૃતદેહને કબજામાં લીધો. પોલીસે ગુનો નોંધી અકસ્માત કયા સંજોગોમાં થયો તેની તપાસ શ‚ કરી છે.