
દુકાનનો શેડ તૂટતા તથા પાર્ક કરેલ રીક્ષાને લક્ઝરીએ અડફેટમાં લેતા શેડ તથા રીક્ષાને નુકસાન પહોંચ્યું:જાનહાની ટળી.
સુખસર તથા ફતેપુરા તાલુકામાં ખાનગી વાહન ચાલકો બેફામ બનતા દિન-પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. જેમાં અનેક નિર્દોષ લોકો શારીરિક ઈજાના શિકાર સહિત મોતને ભેટી રહ્યા છે. એક અકસ્માત બનાવની શાહી જ્યાં સુકાતી નથી, ત્યાંજ બીજો અકસ્માત બનાવ બની રહ્યો છે. તેવી જ રીતે ગતરોજ રાત્રીના આંધ્ર પ્રદેશ પાર્સિંગની અમદાવાદ થી મંદસોર જતી ખાનગી લક્ઝરી બસના ચાલકની બેદરકારીથી સુખસર બસ સ્ટેશન વિસ્તાર માંથી પસાર થતી ચાલકે પોતાના કબજાની ગાડી ઉપરથી કાબુ ગુમાવતા લક્ઝરી દુકાનના શેડમાં ઘૂસી ગઈ હતી. જ્યારે બાજુમાં પાર્ક કરેલ રિક્ષાને ટક્કર વાગતાં રિક્ષા પણ બસ્સો ફૂટના અંતરે ઘસી ગઈ હતી.આ બનાવમાં જાનહાની ટળતા હાશકારો થયો છે.
જાણવા મળેલી વિગતો મુજબ સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે ગતરોજ રાત્રીના બે વાગ્યાના અરસામાં આંધ્રપ્રદેશ પાસીંગની ખાનગી લક્ઝરી બસ નંબર એઆર-૧૧.ડી-૨૯૩૩ સુખસર બસ સ્ટેશનથી પસાર થઈ રહી હતી. તેવા સમયે બરાબર બસ સ્ટેશન વિસ્તારમાં આવતા આ લક્ઝરી બસના ચાલકે પોતાના કબજાની ગાડી ઉપરથી કાબુ ગુમાવતા લક્ઝરી બસ સુખસર બસ સ્ટેશન સામે આવેલ માં ચામુંડા ફૂટવેર ની દુકાનના શેડમાં ઘૂસી ગઈ હતી અને દુકાનનો શેડ ભાગીને ભુક્કો થઈ ગયો હતો. જ્યારે બાજુમાં જ પાર્ક કરેલ ઓટો રિક્ષા નંબર જીજે- ૨૦-વાય-૧૩૬૯ ને પણ અડફેટમાં લીધી હતી. તેવા સમય આ રીક્ષામાં રીક્ષા ચાલક રિક્ષામાં સૂતેલો હતો અને પાછળથી રિક્ષાને ટક્કર વાગતા આ રીક્ષા સામેની સાઇડે લગભગ ૨૦૦ ફૂટના અંતરે ઘસી ગઈ હતી અને તેવા સમયે રિક્ષાનો માલિક આ રીક્ષામાં ઉઘેલો હતો છતાં સદનસીબે રીક્ષા પણ પલટી મારી ન હતી, પરંતુ રીક્ષા રિક્ષામાં ઊંઘેલા ચાલકને સામાન્ય ઇજા પહોંચવા પામી હતી. રીક્ષાના પાછળના ભાગે નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે. જ્યારે અકસ્માત કરનાર લક્ઝરીને આગળની બાજુ સામાન્ય નુકસાન સહિત આગળનો કાચ તૂટી જવા પામેલ છે. અકસ્માત કરનાર ખાનગી લક્ઝરીને હાલ પોલીસે કબજે લીધેલ છે.
અકસ્માત કરનાર લક્ઝરી ચાલકને બ પૂછતા જણાવ્યું હતું કે, વરસાદના કારણે બ્રેક ચોંટી જતા બ્રેક લાગ્યો ન હતો. જેના લીધે આ અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું.પરંતુ આ અકસ્માત રાત્રીના સમયે સર્જાયો, પરંતુ દિવસના આ અકસ્માત આ જગ્યા પર સર્જાયો હોત તો સેકડો લોકોની જિંદગી ખતરામાં મુકાઈ ગઈ હોત. ત્યારે સંતરામપુર સુખસર થી ઝાલોદ જતા આવતા વાહનોની ગતિ મર્યાદા ઉપર રોક લગાવવામાં આવે તે આવશ્યક જણાય છે.