
ઝાલોદ શહેરમાં વસંત મસાલા પરિવાર દ્વારા સમાજસેવાનું એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષોથી જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગેવાન રહેલા વસંત મસાલા પરિવારએ આ વખતે પરિવારની ખુશીના પ્રસંગને સમાજની ખુશી સાથે જોડીને માનવતા દર્શાવી છે.
વસંત મસાલા પરિવારની વ્યાપારિક સફળતા અને સામાજીક પ્રતિબદ્ધતા ઝાલોદ વસંત મસાલા પરિવારના માલિકો ઓમપ્રકાશ ભંડારી, ચંદ્રકાંત ભંડારી, રાજકમલ ભંડારી અને આશીષ ભંડારી આ ચાર ભાઈઓએ તેમના પિતા સ્વ. બાબુલાલ ભંડારીના આશીર્વાદથી દાહોદ જીલ્લો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશ સુધી વ્યાપાર ક્ષેત્રે વિશિષ્ટ નામના મેળવી છે. વ્યાપારિક સફળતા સાથે સમાજપ્રતિ જવાબદારી નિભાવવા વસંત મસાલા પરિવાર વર્ષોથી સતત સેવાકાર્યો કરતો આવ્યો છે.
લગ્નની ખુશી સમાજ સાથે વહેંચવાનો સંકલ્પ ભંડારી પરિવારના માલિક રાજકમલ ભંડારીની પુત્રી અવનીના લગ્ન તા. 26 ફેબ્રુઆરીના રોજ નક્કી થતા, પરિવારજનો દ્વારા આ આનંદના પ્રસંગને જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચવાનો માનવસેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તેના અનુસંધાને તા. 27-12-2025, શનિવારના રોજ વિવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું.
શિક્ષણ ક્ષેત્રે મહત્વની મદદ 15 વિદ્યાર્થીઓની ફી ચૂકવાઈ લાયન્સ ક્લબ સંચાલિત ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની શાળાના આર્થિક રીતે નબળા એવા 15 વિદ્યાર્થીઓ, જેઓ સ્કૂલની ફી ચૂકવી શકતા ન હતા, તેમનું ભણતર અડચણમાં ન પડે તેવા ઉદ્દાત હેતુથી વસંત મસાલા પરિવાર દ્વારા કુલ રૂા.3,50,000/- જેટલી સ્કૂલ ફી ચૂકવવામાં આવી. વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમનો આત્મવિશ્ર્વાસ વધારવામાં આવ્યો. જરૂરિયાતમંદો માટે વિવિધ સહાય યોજનાઓ વસંત મસાલા ફેક્ટરી ખાતે આયોજીત કાર્યક્રમમાં વિવિધ સેવાકાર્યો હાથ ધરાયા. જેમાં 100 જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ 4 પરિવારોને ગૌમાતા અર્પણ 3 મહિલાઓને સિલાઈ મશીન વિતરણ 2 પરિવારોને રોજગાર માટે વ્યાપાર કેબીન વિતરણ આ તમામ સહાયથી અનેક પરિવારોના જીવનમાં આશા અને આત્મનિર્ભરતાનો પ્રકાશ પાથરાયો.
હર્ષોલ્લાસભર્યું વાતાવરણ અને આભારની લાગણી આ સેવાકાર્ય દરમિયાન વસંત પરિવારના સભ્યો, મિત્રો, લાયન્સ ક્લબના સભ્યો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ લાભાર્થીઓના ચહેરાઓ પર દેખાયેલી ખુશી આ સમગ્ર કાર્યક્રમની સફળતાનું જીવંત ઉદાહરણ બની. સહાય પ્રાપ્ત કરનાર તમામ પરિવારોએ વસંત મસાલા પરિવારને દિલથી આશીર્વાદ આપી આપ આવું સદાય સેવાકાર્ય કરતા રહો અને વધુ નામના મેળવો તેવી ભાવસભર શુભેચ્છા પાઠવી હતી. નિ:સંદેહ, વસંત મસાલા પરિવાર દ્વારા કરવામાં આવેલી આ માનવસેવા સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.