
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે થયેલા કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા ફટકારવામાં આવેલા ૨૫ હજારના દંડના આદૃેશને રદ કરવાની માગ કરવામાં આવી છે. આ મામલે કેજરીવાલ તરફથી કરવામાં આવેલી અપીલની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ ડો. અભિષેક મનુ િંસઘવીએ હાઈકોર્ટ સમક્ષ મહત્વની દલીલો કરી હતી.
કેજરીવાલ તરફથી સિનિયર એડવોકેટ ડો. અભિષેક મનુ િંસઘવીએ રજૂઆત કરી હતી કે સિંગલ જજના ચુકાદામાં કેજરીવાલ સામે કરવામાં આવેલા અવલોકનો અને ?૨૫ હજારનો દંડ બંને રદ થવા જોઈએ. તેમના જણાવ્યા મુજબ, આ અવલોકનો અયોગ્ય, બિનજરી અને કાયદૃાકીય રીતે ટકી શકે તેવા નથી.
િંસઘવીએ દલીલ કરી હતી કે, આ એક અત્યંત વિચિત્ર કેસ છે. સિંગલ જજના ચુકાદામાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે જે ડિગ્રીને લઈને વિવાદ છે, તે યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ હતી અને તમામ બાબતો સ્પષ્ટ થઈ ગયા બાદ પણ કેજરીવાલે કેસ લડવાનું ચાલુ રાખ્યું હતું.
જોકે, કેજરીવાલ તરફથી આ બંને બાબતોનો વિરોધ કરવામાં આવ્યો હતો. િંસઘવીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, આજે પણ સંબંધિત ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. એટલું જ નહીં, કેજરીવાલ આ પિટિશનમાં અરજદૃાર પણ નહોતા. તેઓ કેસમાં પ્રતિવાદૃી હતા. તેથી કેજરીવાલે કેસને આગળ ચલાવ્યો હોવાનો સિંગલ જજનો અભિપ્રાય યોગ્ય નથી, તેવી દલીલ કરવામાં આવી હતી.
િંસઘવીએ વધુમાં રજૂઆત કરી હતી કે, જે આરટીઆઇના આધારે આ મામલે માહિતી સામે આવી હતી, તે આરટીઆઇ પણ કેજરીવાલ દ્વારા કરવામાં આવી નહોતી. આમ છતાં કેજરીવાલ સામે ૨૫ હજારનો દૃંડ કરવામાં આવ્યો હતો. તેથી માત્ર દૃંડ જ નહીં, પરંતુ દૃંડ ફટકારતી વખતે િંસગલ જજે કરેલા અવલોકનો પણ રદ થવા જોઈએ, કારણ કે તેનો કોઈ યોગ્ય આધાર નથી તેવી દૃલીલ કરવામાં આવી હતી.
કેજરીવાલ તરફથી વધુમાં જણાવાયું હતું કે, સમગ્ર મામલામાં તેઓ મૂળ અરજદૃાર નહોતા.સીઆઇડી દ્વારા સુઓમોટો કાર્યવાહી શ કરવામાં આવી હતી, જ્યારે કેજરીવાલે આરટીઆઇ હેઠળ ડિગ્રી અંગે કોઈ માહિતી માગી નહોતી. તેઓ તો આ કેસમાં પ્રતિવાદૃી તરીકે જોડાયેલા હતા.
આથી િંસઘવીએ દલીલ કરી હતી કે, જ્યારે કેજરીવાલ અરજદૃાર જ નહોતા, ત્યારે તેમના દ્વારા કેસ ચાલુ રાખવાનો પ્રશ્ર્ન જ ઊભો થતો નથી. આવા સંજોગોમાં તેમના પર ૨૫ હજારનો દંડ કરવો અયોગ્ય અને બિનજરી છે. સાથે જ દંડ માટે કરવામાં આવેલા અવલોકનો પણ રદૃ કરવા જોઈએ.કેજરીવાલ તરફથી થયેલી આ દલીલો બાદ કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરવા માટે સમયની માગ કરવામાં આવી હતી. જેને પગલે આ મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.