શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામમાં ગરબાની રમઝટ જામી

ગરબા ગ્રાઉન્ડ ખાતે મજેલાવ, ઠાકરીયા, નાડા અને ખોજલવાસા જેવા આસપાસના ગામોથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમે છે.

શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામ ખાતે જય આદ્યશક્તિ યુવક મંડળ દ્વારા નવરાત્રિ પર્વનુ છેલ્લા ૨૬ વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માતરીયા વ્યાસ તેમજ સરાડીયા ગામના ઉત્સાહી મિત્રો અને યુવાનો દ્વારા શ‚ કરાયેલું આ આયોજન આજે સમગ્ર પંથકમાં આસ્થા, સંસ્કૃતિ અને ભાઇચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે.આ ગરબા મહોત્સવમાં માત્ર સ્થાનિક ગામ જ નહીં, પરંતુ આસપાસના સરાડીયા, મજેલાવ, ઠાકરીયા, નાડા અને ખોજલવાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબાની રમઝટ માણવા માટે આવતા હોય છે. નવરાત્રીના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ તથા દર્શનાર્થીઓ ગરબા ગ્રાઉન્ડ ખાતે માતાજીની આરાધના અને ગરબાની મજા માણવા ઉમટી પડે છે,આયોજકો દ્વારા તમામ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે ગરબા ગ્રાઉન્ડ ખાતેથી જ લાણી નું વિતરણ કરવામાં આવે છે. આયોજકોની મહેનત અને સમગ્ર પંથકના સહકારથી આ ગરબા મહોત્સવ વિસ્તારમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.