દાહોદ ડેપોની અનેકરૂટોની બસો જેવી કે, અલીરાજપુર તથા જાંબુઆ, રાજગઢ, મધ્યપ્રદેશની હદમાં આવેલ ટો માટે જે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોને સમય અનુસાર ડેપો માંથી ઉપાડવામાં આવતી નથી. દાહોદ ડેપોના કંટ્રોલ મના કર્મીઓના સાથે મેળાપીપણી કરીને ખાનગી ટ્રાવેલ્સવાળા અમુક હપ્તા માંથી ને ડપોના વહિવટમાં સેટ મારી ચુકયા છે. ડેપો માંથી બસો બે્રક વગર અને બોર્ડને અધુરી બતાવીને અચાનક પોઈન્ટ ઉપર મુકયા વગર બારોબાર હંકારી દેવામાં આવતી હોય છે. આ ષડયંત્ર સોચી સમજી સાજીસથી ચાલી રહ્યું છે. તેવું દાહોદ, બારીયાના પેસેન્જરોના દ્વારા જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર દાહોદ ડેપોના વહીવટી કર્મીઓ સાથે મેળાપીપણી કરી અમુક રકમના પમાં દ્વીપના અનુસાર ટેબલ નીચેથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે. ખાનગી ટ્રાવેલ્સના ડ્રાયવરો અને માલિકો આ ષડયંત્રમાં સામેલ છે. પેસેન્જરો પોઈન્ટ ઉપર બસ મુકયા વગર ડાયરેકટ બસને હંકારી દેતા હોય છે. જેથી પેસેનજર વર્ગમાં બુમ ઉડવા પામી છે. આના પાછળ કયા કયા કર્મીઓ અને પરીબળો જવાબદાર છે. તેની ગોધરા વિભાગીય ડીવીઝન મેનેજર તટસ્થ તપાસ કરે અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગનો હજારોનું નુકશાન કરાવતા તત્વો સામે ખાતાકીય તપાસ કરીને પગલા ભરશે પણ ખરાં ? તે આવનારો સમય બતાવશે.