જંતર-મંતર વિરોધ કેસઃ જેલમાં બંધ સીજેપી નેતાઓ સૌરભ અને આશુતોષે મુક્તિ માટે નવો પ્રયાસ કર્યો

કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાએ દિલ્હી હાઈકોર્ટમાં સ્પેશિયલ એક્ઝીક્્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયિક કસ્ટડી લંબાવવાના આદેશને પડકારવાનો નિર્ણય લીધો છે. બંને નેતાઓ ટૂંક સમયમાં તેમની મુક્તિ માટે હાઈકોર્ટનો સંપર્ક કરશે.

એસઇએમ કોર્ટે બંને નેતાઓની ન્યાયિક કસ્ટડી ૨૧ ઓક્ટોબર સુધી લંબાવી તેના એક દિવસ પછી આ પગલું લેવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન, એસઈએમ કોર્ટે ટિપ્પણી કરી કે તેમના વર્તનથી કાયદા પ્રત્યે કોઈ આદર દેખાતો નથી અને સૂચવવામાં આવ્યું છે કે તેઓ સૂચનાથી બાકાત રહેલા વિસ્તારોમાં વિરોધ કરવા ટેવાયેલા છે.

અગાઉ, તેમની પાંચ દિવસની ન્યાયિક કસ્ટડી પૂર્ણ થયા પછી, બંને સીજેપી નેતાઓને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે જીઈસ્ રિતુ રાજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ૨૧ ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે તપાસ અધિકારીએ શાંતિ ભંગ અને જાહેર શાંતિ ખલેલ પહોંચાડવાની શક્્યતા સ્થાપિત કરવા માટે પૂરતી સામગ્રી રેકોર્ડ પર મૂકી હતી. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે બંને નેતાઓએ ૧૧ ઓક્ટોબરના રોજ દક્ષિણપશ્ચિમ જિલ્લાના એસઇએમ સમક્ષ રજૂ કરાયેલા બોન્ડનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ છે. સૌરવ દાસ અને આશુતોષ રંકા, પાર્ટીના સભ્ય અજિંક્ય શિંદે સાથે, ૧૩ ઓક્ટોબરના રોજ ખાનગી પરિસરમાં જંતર-મંતરમાં પ્રવેશવા અને પોલીસ અધિકારીઓને તેમની સત્તાવાર ફરજા બજાવવામાં અવરોધ ઊભો કરવા બદલ અટકાયતમાં લેવામાં આવેલા ૧૪ લોકોમાં સામેલ હતા.મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝનમાં કથિત અનિયમિતતાઓ સામે સીજેપી સભ્યો વિરોધ કરી રહ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

દિલ્હી પોલીસે તેમની સતત અટકાયતને સમર્થન આપ્યું હતું, કાયદાના વારંવાર ઉલ્લંઘન અને ડરનો ઉલ્લેખ કર્યો હતો કે તેમની મુક્તિથી વધુ ઉલ્લંઘન થઈ શકે છે અને અન્ય લોકોને ઉશ્કેરવામાં આવી શકે છે. વધુમાં,એસઇએમ કોર્ટે બંને નેતાઓ દ્વારા રજૂ કરાયેલા જામીન બોન્ડને અયોગ્ય ગણાવ્યા હતા, તેમના ઓળખ દસ્તાવેજામાં વિસંગતતાઓનો ઉલ્લેખ કરીને, અને તેમને નવા બોન્ડ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.