
જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ૧૫ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ કાકોશી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદ મુજબ, એક મહિલા સહિત ચાર આરોપીઓએ સગીરાને લાલચ આપી અલગ-અલગ સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. સગીરાના અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારવા, માર મારવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો પણ ફરિયાદમાં કરવામાં આવ્યા છે.
પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કાકા-ભત્રીજા સહિત ત્રણ શખ્સોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ આચર્યુ છે. પોલીસની પ્રાથમિક કાર્યવાહી દરમિયાન મહિલા આરોપી રંજનબેન પરમાર અને અમન વિક્રમભાઈ વાદીની ધરપકડ કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, સગીરાની ઓળખાણ ધરાવતી રંજનબેન પરમારે તેને વિશ્વાસમાં લઈને અમન વાદી સાથે પરિચય કેળવવા સમજાવી હતી. ત્યારબાદ સગીરાને આરોપી સાથે તેના ઘરે અને અન્ય સ્થળોએ મોકલવામાં આવી હોવાનો આક્ષેપ છે. ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે હરેશ કમલેશભાઈ પરમાર નામના અન્ય આરોપીએ પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો અને તેનો વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ છે.
ફરિયાદ મુજબ, ૫ ઓક્ટોબરે અમન વાદી સગીરાને એક ગામ નજીક આવેલી અવાવરુ ઓરડીમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવા અને માર મારવાના આક્ષેપ છે. અમનના કાકા સામે પણ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, આરોપીઓએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
કાકોશી પોલીસે ફરિયાદના આધારે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન રંજનબેન પરમાર અને અમન વિક્રમભાઈ વાદીની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. પોલીસ દ્વારા અમન વાદી પાસેથી એક રિક્ષા કબજે કરવામાં આવી હોવાની પણ માહિતી છે. સગીરાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. બાકીના બે આરોપીઓને પકડવા માટે પોલીસ તપાસ ચાલુ છે. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.