દિલ્હીના મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ રાહુલ ગાંધી પર દેશમાં અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર દેશમાં અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો. તેમણે તેની સરખામણી ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સાથે કરી. આ આરોપ ૧ નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા એલાયન્સની પ્રસ્તાવિત રેલી પહેલા આવ્યો હતો.

સિરસાએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ ગાંધી અને દાદી ઇન્દીરા ગાંધીના માર્ગ પર ચાલી રહ્યા છે. તેમણે રાહુલ પર રાજકીય લાભ માટે દેશને અસ્થીર કરવાનો આરોપ લગાવ્યો હતો. મંત્રીએ રાહુલના વિદેશ પ્રવાસો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ બાંગ્લાદેશ, નેપાળ અને ફ્રાન્સ જેવા દેશોમાં અશાંતિ ફેલાવતી વિદેશી શક્તિઓ પાસેથી સંકેત લઈ રહ્યા છે. સિરસાએ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઇન્દીરા ગાંધીની હત્યા પછી, કોંગ્રેસના નેતાઓએ રાજકીય શક્તિ માટે શીખોને નિશાન બનાવ્યા હતા.

સિરસાએ રાજીવ ગાંધી, જગદીશ ટાઇટલર, એચ.કે.એલ. ભગત, સજ્જન કુમાર, કમલનાથ અને ધરમદાસ શાસ્ત્રીના નામ લીધા. તેમણે દાવો કર્યો હતો કે આ નેતાઓએ તેમના વિસ્તારોમાં હિંસા જોઈ હતી.

સિરસાએ કહ્યું કે શીખોની હત્યાઓને કારણે ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પ્રચંડ વિજય મળ્યો. તેમણે રાહુલ ગાંધી પર ૧ નવેમ્બરે તેમની પ્રસ્તાવિત રેલી દ્વારા અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવ્યો.

સિરસાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી સત્તાના લોભમાં નિર્દોષ બાળકો અને તેમની માતાઓનો શિકાર બનાવી રહ્યા છે. તેમણે “સત્તા પરિવર્તન” વિશે રાહુલની કથિત ટિપ્પણીઓ પર પણ સવાલ ઉઠાવ્યા. સિરસાએ આરોપ લગાવ્યો કે ચૂંટાયેલી સરકારોને અસ્થીર કરવાના પ્રયાસોમાં વિદેશી ભંડોળ સામેલ છે, જાકે તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. તેમણે દેશને સળગાવવા અને તોડવા માટે ૧ નવેમ્બર પસંદ કરવાનો આરોપ લગાવ્યો. ઈÂન્ડયા કોએલિશનએ ૨૯ સપ્ટેમ્બરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરી. આ કાર્યક્રમમાં ૧ નવેમ્બરે રામલીલા મેદાન ખાતે એક રેલીનો સમાવેશ થાય છે, જેના માટે દિલ્હી પોલીસે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું છે. વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજ જૂથો પણ રેલીમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરશે.

૧ નવેમ્બરથી પા‹કગ ચાર્જ બમણા થશે. મેટ્રો સિવાય દરેક જગ્યાએ પા‹કગ ચાર્જ બમણા થશે કારણ કે અમે ઇચ્છીએ છીએ કે વધુ લોકો મેટ્રો દ્વારા મુસાફરી કરે. ઓફિસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સ્ઝ્રડ્ઢ સવારે ૮ઃ૩૦ થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે, અને ભારત સરકાર દિલ્હી સવારે ૧૦ઃ૦૦ થી સાંજે ૬ઃ૩૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ સરકારી અને ખાનગી કચેરીઓ ૫૦% સમય ઘરેથી કાર્યરત રહેશે.

અમે કલમ ૫ હેઠળ આ માર્ગદર્શિકા જારી કરી છે. ૧ નવેમ્બરથી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી, દિલ્હીની બહારથી આવતા ભારત સ્ટેજ ૬ કરતા ઓછા વાહનોના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. ફક્ત સીએનજી, ઇલેક્ટ્રીક વાહનો અને ઇમરજન્સી એમ્બ્યુલન્સને મુક્તિ આપવામાં આવશે. ૧ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી, તમામ ડિમોલિશન અને બાંધકામ બાહ્ય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.