રણજી ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન અમ્પાયરો ચમકશે, ભારતીય અમ્પાયર પરાશર જોશી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો ક્રિકેટ સંબંધ ફક્ત ખેલાડીઓ અને મેચ પૂરતો મર્યાદિત નથી. હવે, બંને દેશોના અમ્પાયરો એકબીજાના સ્થાનિક ક્રિકેટમાં પણ અમ્પાયરિંગ કરતા જોવા મળશે.બીસીસીઆઇ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અમ્પાયર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ, ઓસ્ટ્રેલિયન અમ્પાયર બેન ટ્રેલોઅર ભારતમાં બે રણજી ટ્રોફી મેચમાં અમ્પાયરિંગ કરશે. દરમિયાન, ભારતીય અમ્પાયર પરાશર જોશી ઓસ્ટ્રેલિયામાં શેફિલ્ડ શીલ્ડ અને વન ડે કપ મેચમાં અમ્પાયરિંગ કરશે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, બેન ટ્રેલોઅર આ સિઝનમાં બે રણજી ટ્રોફી મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયરિંગ કરશે. તે ૧૮ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં દિલ્હી અને ગુજરાત વચ્ચેની મેચમાં અમ્પાયરિંગ કરશે. ૨૬ થી ૨૯ ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં મુંબઈ અને હરિયાણા વચ્ચેની મેચમાં પણ તેમને ઓફિસિંગ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ટ્રેલોઅરને ઘરેલુ ક્રિકેટમાં અમ્પાયરિંગનો નોંધપાત્ર અનુભવ છે. તેમણે ૩૦ ફર્સ્ટ-ક્લાસ મેચ, ૨૦ લિસ્ટ છ મેચ અને ૩૯ બિગ બેશ લીગ મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. તેમણે બે મહિલાડ્ઢૈં અને ચાર મહિલા ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ અમ્પાયરિંગ કર્યું છે. ટ્રેલોઅર મેદાનની બહાર ક્રિકેટમાં પણ સામેલ છે. તે ક્રિકેટ ન્યૂ સાઉથ વેલ્સ માટે અમ્પાયર શિક્ષણ અધિકારી તરીકે કામ કરે છે અને નવા મેચ અધિકારીઓના વિકાસમાં ફાળો આપે છે. અમ્પાયરિંગ શિક્ષણમાં તેમના કાર્યને ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટ અમ્પાયર્સ અને સ્કોરર્સ એસોસિએશન તરફથી ચાર જ્યોર્જ બોરવિક મેમોરિયલ એવોર્ડ્‌સથી માન્યતા આપવામાં આવી છે.

બીજી તરફ, ભારતીય અમ્પાયર પરાશર જોશી ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચમાં અમ્પાયરિંગ કરશે. તેમનો કાર્યક્રમ ૧૧ થી ૧૪ નવેમ્બર દરમિયાન બ્રિસ્બેનના ગાબા ખાતે ક્વીન્સલેન્ડ અને તાસ્માનિયા વચ્ચેની શેફિલ્ડ શીલ્ડ મેચથી શરૂ થશે. ત્યારબાદ તેઓ ૧૬ નવેમ્બરના રોજ તે જ મેદાન પર બંને ટીમોના વન ડે કપ મેચમાં અમ્પાયરિંગ કરશે.

જોશીનો વિનિમય કાર્યક્રમ ૨૨ થી ૨૫ નવેમ્બર દરમિયાન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડ વચ્ચેની શેફિલ્ડ શીલ્ડ મેચ સાથે સમાપ્ત થશે. જોશીને ભારતીય ઘરેલુ ક્રિકેટમાં પણ નોંધપાત્ર અનુભવ છે. તેમણે રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી સહિત ૧૯ ફર્સ્ટ-ક્લાસ મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. તેમણે વિજય હજારે ટ્રોફી, દેવધર ટ્રોફી, આઇપીએલ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સહિત ૪૦ ટી ૨૦ મેચમાં પણ અમ્પાયરિંગ કર્યું છે.