
ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટ પાસે પાકિસ્તાન સામેની આગામી મેચમાં ઇતિહાસ રચવાની સુવર્ણ તક હશે. રાવલપિંડીમાં ત્રિકોણીય શ્રેણીની ઝુંબેશ શરૂ કરી રહેલી અંગ્રેજી ટીમનો સ્ટાર બેટ્સમેન, વનડે ક્રિકેટમાં ૮,૦૦૦ રન પૂરા કરવાથી માત્ર ૯૭ રન દૂર છે. જો રૂટ આ સિદ્ધિ હાંસલ કરશે, તો તે વનડે ક્રિકેટમાં ૮,૦૦૦ રન બનાવનાર પ્રથમ ઇંગ્લીશ ખેલાડી બનશે. અત્યાર સુધીમાં ૩૩ બેટ્સમેન વનડે માં ૮,૦૦૦ કે તેથી વધુ રન બનાવવામાં સફળ રહ્યા છે, પરંતુ ઇંગ્લેન્ડ તરફથી કોઈ પણ આ સિદ્ધિ મેળવી શક્યું નથી.
પાકિસ્તાન આ શ્રેણીમાં વિજય મેળવ્યા પછી આવી રહ્યું છે, તેણે પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને ૩૭ રનથી હરાવ્યું છે. બીજી તરફ, ઇંગ્લેન્ડ પણ આત્મવિશ્વાસથી ભરેલું છે. ટીમે તાજેતરમાં શ્રીલંકા અને ભારત સામે ઘરઆંગણે વનડે શ્રેણી જીતી હતી. તેથી, પાકિસ્તાન સામેની મેચમાં રૂટના પ્રદર્શન પર નજર રાખવામાં આવશે.
જો રૂટે અત્યાર સુધીમાં ૧૯૫ વનડે મેચોમાં ૧૮૪ ઇનિંગ્સમાં ૭,૯૦૩ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સરેરાશ ૫૦.૬૬ છે અને તેનો સ્ટ્રાઇક રેટ ૮૭.૬૮ છે. તેના ૨૦ સદી અને ૪૮ અડધી સદી છે, જ્યારે તેનો સૌથી વધુ વનડે સ્કોર ૧૬૬ અણનમ છે. રૂટ વનડેમાં ઇંગ્લેન્ડના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. તેમના પછી ભૂતપૂર્વ કેપ્ટન અને ૨૦૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય ઇયોન મોર્ગનનો નંબર આવે છે, જેમણે ૨૨૫ મેચમાં ૬,૯૫૭ રન બનાવ્યા છે. યાદીમાં ત્રીજા સ્થાને જાસ બટલર છે, જેમણે ૨૦૪ મેચમાં ૫,૬૭૮ રન બનાવ્યા છે.
રૂટ આ વર્ષે વનડે ક્રિકેટમાં ઉત્તમ ફોર્મમાં છે. તેણે નવ ઇનિંગ્સમાં ૧૧૪.૬૦ ની પ્રભાવશાળી સરેરાશથી ૫૭૩ રન બનાવ્યા છે, જેમાં એક સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૧૧૧ છે. ૨૦૨૫ માં રૂટનું પ્રદર્શન પણ પ્રભાવશાળી રહ્યું. તેણે ૧૫ૅડ્ઢૈં માં ૫૭.૭૧ ની સરેરાશથી ૮૦૮ રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે, અને ૯૫.૫૦ નો સ્ટ્રાઇક રેટ છે.
૨૦૨૩ના વનડે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના નિરાશાજનક પ્રદર્શન બાદ, રૂટે આ ફોર્મેટમાં શાનદાર વાપસી કરી છે. વર્લ્ડ કપ પછી, તેણે ૨૪ મેચ અને ઇનિંગ્સમાં ૭૨.૬૮ ની સરેરાશથી ૧,૩૮૧ રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને નવ અડધી સદીનો સમાવેશ થાય છે. હવે, પાકિસ્તાન સામેની મેચમાં, રૂટ ૯૭ રન બનાવીને ૮,૦૦૦ વનડે રન પૂરા કરવાનું લક્ષ્ય રાખશે.