ટીએમસી છોડતા જ પલટાઈ ગઈ બાજીઃ જે પ્લોટ માટે થયો હતો વિવાદ, તે હવે યુસુફ પઠાણને ફાળવાયો

પૂર્વ ભારતીય ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના બહરામપુરથી સાંસદ યુસૂફ પઠાણ દ્વારા મમતા બેનર્જીની ટીએમસીમાંથી બળવો કરવાના બે મહિના બાદ ગુજરાત સરકારે તેના પર એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે વડોદરા મનપાની તે વિવાદિત ૯૭૮ વર્ગ મીટરનો પ્લોટ યુસૂફ પઠાણને ફાળવવાની મંજૂરી આપી દીધી છે, જેને લઈને તેને ગેરકાયદેસર કબજાની નોટિસ ફટકારવામાં આવી હતી.

ભાજપ શાસિત વડોદરા મહાનગર પાલિકાના રેવેન્યુ વિભાગે રાજ્ય સરકારને ૧૩ ઓગસ્ટે સરકારી સંકલ્પના આધાર પર તેનો પ્રસ્તાવ તૈયાર કરી મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કર્યો હતો.

રાજ્ય સરકારના પ્રસ્તાવ હેઠળ આ પ્લોટની ફાળવણીની શરતો પ્રમાણે કુલ ૯૭૮ વર્ગ મીટરમાંથી ૫૦૦ વર્ગ મીટર જમીન યુસૂફ પઠાણને આવાસીય ઉપયોગ માટે ભેટના રૂપમાં આપવામાં આવશે. બાકી ૪૭૮ વર્ગ મીટર જમીન ૧૭ માર્ચ ૨૦૨૬ના નક્કી કરવામાં આવેલી કિંમતના ૫૫ ટકા સસ્તા દર પર ટ્રાન્સફર કરવામાં આવશે. સાથે કોર્પોરેશનને થનાર નુકસાનની ભરપાઈ માટે રાજ્યનું રેવેન્યુ વિભાગ તે તેના સમાન મુલ્યની જમીન ફાળવશે.

આ વિવાદિત પ્લોટ વડોદરાના તાંદલતા ક્ષેત્રમાં Âસ્થત છે. તે પઠાણના જાણીતા સફેદ બંગલાની નજીક છે. આ બંગલામાં યુસૂફ અને તેના નાના ભાઈ ઈરફાન પઠાણ અને પોતાના પરિવાર સાથે રહે છે. જુલાઈ ૨૦૨૬મા વડોદરા મનપાએ આ પ્લોટનું બજાર મુલ્ય લગભગ ૨૦.૫ કરોડ જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોવાને નાતે સુરક્ષાના કારણનો હવાલો આપી યુસૂફ પઠાણે ૨૦૧૨મા જાહેર હરાજી વગર આ જમીન ૯૯ વર્ષની લીઝ પર માગી હતી. વડોદરા મનપાએ ત્યારે મંજૂરી આપી હતી, પરંતુ ૨૦૧૪મા ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે હરાજીને બાઇપાસ કરનાર પ્રસ્તાવને નકારી દીધો હતો. તેમ છતાં જમીન પર પઠાણ પરિવારનું ફેન્સિંગ અને કબજા રહ્યો.

જૂન ૨૦૨૪મા જ્યારે યુસૂફ પઠાણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીને હરાવી બહરામપુરથી લોકસભા ચૂંટણી જીતી, તો તેના થોડા દિવસ બાદ વીએમસીએ તેને કથિત અતિક્રમણ હટાવવાની કાયદાકીય નોટિસ ફટકારી હતી.

પઠાણે આ નોટિસને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. ઓગસ્ટ ૨૦૨૫મા કોર્ટે ટિપ્પણી કરતા પૂછ્યું કે ઔપચારિક ફાળવણી કે ચુકવણી વગર જાહેર જમીન પર કબજા કઈ રીતે કરી શકાય. કોર્ટે કહ્યું હતું કે જાણીતી હસ્તિઓને વિશેષ છૂટ આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. સરકાર તરફથી ૧૩ ઓગસ્ટે ફાળવણી થયા બાદ ૩૧ ઓગસ્ટે યુસૂફ પઠાણના વકીલે હાઈકોર્ટને જાણ કરી કે મામલાનું કોર્ટની બહાર સમાધાન થઈ ગયું છે, ત્યારબાદ અરજી પરત લઈ લેવામાં આવી હતી.