કાલોલ કોંગ્રેસે દ્વારા ‘વોટ ચોરી’ના વિરોધમાં પ્રદર્શન યોજી આક્રોશ વ્યકિત કર્યો

દેશભરમાં ‘વોટ ચોરી’ના વિવાદ વચ્ચે કાલોલ તાલુકા કોંગ્રેસે વિરોધ કર્યો. કાલોલની બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેમણે ‘વોટ ચોરી’ સામે ઉગ્ર પ્રદર્શન અને ધરણાં કર્યા.

આ પ્રદર્શનમાં પંચમહાલ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રદ્યુમનસિંહ પરમાર, ભુપેન્દ્રસિંહ ખેર, કિરણભાઈ પરમાર સહિત તાલુકા અને જીલ્લાના ઘણા કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા. કાર્યકરોએ કથિત વોટ ચોરી સામે સૂત્રોચ્ચાર કરીને ગુસ્સો વ્યક્ત કર્યો.પંચમહાલ જીલ્લા કોંગ્રેસના મહામંત્રી પ્રદ્યુમનસિંહ પરમારે કહ્યું કે, દેશમાં થઈ રહેલી વોટ ચોરીથી લોકશાહી વાતાવરણ બગડ્યું છે અને તે દેશ માટે કલંક‚પ છે. તેમણે માંગ કરી કે દેશમાંથી વોટ ચોરી સંપૂર્ણપણે દૂર થવી જોઈએ.કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી કે જો લોકશાહીના મૂલ્યોનું રક્ષણ નહીં થાય અને વોટ ચોરી બંધ નહીં થાય, તો આવનારા દિવસોમાં આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનશે.