પંચમહાલ જીલ્લાના ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા બેઢિયા ગામ નજીક ગઈકાલે ૧૮ ઓકટોબરની સાંજે માર્ગ અકસ્માતમાં ૫૫ વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું. રસ્તો ઓળંગી રહેલા શ્રમિકને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
રસ્તો ઓળંગતી વખતે કારની ટક્કર વાગી મળતી માહિતી મુજબ, પંચમહાલ જીલ્લાના કરાડા ગામના ૫૫ વર્ષીય પર્વતભાઈ મથુરભાઈ ચૌહાણ મજૂરી કામ માટે જઈ રહ્યા હતા. દરમિયાન ગોધરા-વડોદરા હાઈવે પર બેઢિયા ગામ નજીક રસ્તો ઓળંગતી વખતે પૂરઝડપે આવતી કારે તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાયો અકસમાતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આજે પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
કારચાલક વિદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ આ બનાવ અંગે પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શ કરી છે. માર્ગ અકસ્માતમાં શ્રમિકનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.