દાહોદ જીલ્લાના સામાજીક આગેવાન અજીતદેવ પારગી અથિતિ વિશેષ તરિકે હાજરી આપી હતી અને ધર્મ સભાને સંબોધી હતી.
જાગૃતિ ધામ વગેલાના ભક્તોની ટીમે આ અગિયાર કુંડી યજ્ઞને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા.
દાહોદ તા.૧૯/૧૦/૨૦૨૬ ગુરૂ ગોવિંદ તાલુકાના મીરાખેડી ગામે આજરોજ તળાવ ફળિયામાં જય અંબે નવયુવક મંડળના દિનેશભાઈ ડાંગી,
કિરણભાઈ ડાંગી, નગીનભાઈ ચરપોટ તથા અરવિંદભાઈ પરમાર તેમજ મીરાખેડી ગામના આગેવાનોએ ગામના માં ભગવતી અંબાજીના મંદિરે નવરાત્રી પર્વે અષ્ટમી હોમ હવનના ભાગપે આ સરસ મઝાનુ આયોજન કર્યું હતું. માતા, બહેનો, વડીલો ગામના સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ધર્મ સભાને સંબોધતા અજીતદેવ પારગીએ વ્યસન મુક્ત સમાજ રચવા માટે યુવાનો અને વડીલોને આગળ આવવા આહ્વાન કર્યું હતું શિક્ષણથી યુક્ત અને વ્યસ્ત થી મુક્ત યુવાપેઢી ધર્મ સમાજ અને રાષ્ટ્ર કાર્ય માટે આગળ આવશે તો જ સાચી રીતે સમાજ સક્ષમ બનશે. માતાજી આપણા સૌને એ માટે પ્રેરિત કરે અને શક્તિ પ્રદાન કરે. કાર્યક્રમ બાદ સૌ એ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.