હું તમને મારી નાખીશ, શરદ પવાર જૂથના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડને જાનથી મારી નાખવાની ધમકી મળી

મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડને ધમકીભર્યો ફોન આવ્યો. અહેવાલો અનુસાર, રવિવારે સાંજે લગભગ ૪ઃ૩૦ વાગ્યે એક અજાણ્યા વ્યક્તિને તેમને ફોન કરીને ધમકી આપી હતી. આરોપીએ કહ્યું, “હું તમારા ઘરની બહાર ઉભો છું, હું તમને મારી નાખીશ.” ધમકીભર્યો ફોન આવ્યા બાદ, જિતેન્દ્ર આવ્હાડે પોલીસને જાણ કરી. હાલમાં, અજાણ્યા ફોન કરનારની ઓળખ કે ધમકી પાછળના કારણ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.ડા. જીતેન્દ્ર આવ્હાડ મહારાષ્ટ્રના એક જાણીતા નેતા છે. તેઓ હાલમાં શરદ પવારની પાર્ટીમાં ધારાસભ્ય છે અને શરદ પવારના નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે. તેમની રાજકીય કારકિર્દી તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન શરૂ થઈ હતી. શરદ પવારે ૧૯૯૯ માં એનસીપી ની રચના કરી ત્યારથી, જીતેન્દ્ર આવ્હાડ તેમની સાથે રહ્યા છે. તેઓ થાણેના મુમ્બ્રા-કાલવા વિધાનસભા મતવિસ્તારમાંથી સતત ચૂંટણી જીતતા રહ્યા છે.

૧૯૯૯ માં, જીતેન્દ્ર આવ્હાડ યુવા એનીસીપી ના પ્રથમ રાષ્ટÙીય પ્રમુખ તરીકે ચૂંટાયા. ત્યાંથી, તેઓ મુખ્ય પ્રવાહના રાજકારણમાં પ્રવેશ્યા અને ૨૦૦૨ માં વિધાન પરિષદ માટે ચૂંટાયા. માર્ચ ૨૦૦૮ માં, તેઓ પાંચ વર્ષના કાર્યકાળ માટે વિધાન પરિષદમાં ફરીથી ચૂંટાયા. ૨૦૦૯ માં, તેમણે પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડી અને મુમ્બ્રા-કાલવા વિધાનસભા મતવિસ્તારમાંથી મોટા માર્જિનથી જીત મેળવી. મે ૨૦૧૪ માં, તેમને પૃથ્વીરાજ ચવ્હાણ સરકારમાં તબીબી શિક્ષણ, બાગાયત અને રોજગાર ગેરંટી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મહારાષ્ટ્રના બાગાયત મંત્રી તરીકે, ડા. જિતેન્દ્ર આવ્હાડ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે રાજ્યમાં બાગાયતને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને પ્રોત્સાહન આપવા, તેમના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડવા માટે અમિતાભ બચ્ચનને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મુક્યો. જુલાઈ ૨૦૧૪ માં, અમિતાભ બચ્ચનને મહારાષ્ટÙના બાગાયત ક્ષેત્ર માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

ડા. જિતેન્દ્ર આવ્હાડે તબીબી વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને સમજવા અને તેનું નિરાકરણ લાવવા માટે “કોફી વિથ સ્ટુડન્ટ્‌સ” નામની પહેલ શરૂ કરી. પહેલા મહિનામાં જ, મુંબઈ, થાણે, પુણે, ઔરંગાબાદ, કોલ્હાપુર, નાગપુર, ધુળે અને સોલાપુર જેવા શહેરોને આ પહેલમાં સમાવવામાં આવ્યા. આ પહેલ દ્વારા, વિદ્યાર્થીઓ અને સ્ટાફની સમસ્યાઓના નિવારણ માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા.૨૦૧૯ માં, તેમને ઉદ્ધવ ઠાકરે સરકારમાં ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. માર્ચ ૨૦૨૨ માં નવાબ મલિકના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ, જિતેન્દ્ર આવ્હાડને લઘુમતી વિકાસ અને ઓકાફ વિભાગના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૨૩ માં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં રાજકીય કટોકટી દરમિયાન, અજિત પવારના રાજીનામા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ, જિતેન્દ્ર આવ્હાડને મહારાષ્ટÙ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને પક્ષના મુખ્ય દંડક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન, રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ટાઇગર એક ખાનગી કાર્યક્રમમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે બાઇક સવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. અભિનેતા માંડ માંડ બચી ગયો હતો, જ્યારે તેનો ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. સાત રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ, મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને હુમલાખોરોના ભાગી જવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કર્યો હતો. ૧૯ ઓક્ટોબરે રાજસ્થાનના કોટા રેલ્વે સ્ટેશન પર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.