-ભક્તિ, શક્તિ, સંસ્કૃતિ અને સામાજિક સમરસતાનો સંદેશ આપતા લુહારવાડાના ગરબા મહોત્સવમાં મહેમાનોને કેસરિયા ખેસ પહેરાવી કરાયું સન્માન.
ઝાલોદ નગરમાં નવરાત્રી પર્વ નિમિત્તે લુહારવાડા મિત્ર મંડળ દ્વારા આયોજિત ઊંડ ગરબા મહોત્સવ-૨૦૨૬માં દુર્ગાષ્ટમીના પાવન અવસરે ભક્તિ, શક્તિ અને સનાતન એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ લુહારવાડા ગરબા પંડાલ ખાતે રાત્રે ૧૦:૩૦ કલાકે માં અંબાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સનાતન હિન્દુ સમાજના વિવિધ સમાજોના અગ્રણીઓ, આગેવાનો, સામાજિક કાર્યકરો અને ભક્તો એકત્રિત થઈ માતાજીની આરાધનામાં સહભાગી બન્યા હતા.
લુહારવાડા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહેતાં સામાજિક એકતા અને સમરસતાનું પ્રતીક બની રહ્યો છે. દુર્ગાષ્ટમીના શુભ દિવસે યોજાયેલી આરતીમાં માં અંબા પ્રત્યેની શ્રદ્ધા સાથે સનાતન હિન્દુ સમાજના વિવિધ વર્ગોને એક મંચ પર લાવવાનો ભાવ જોવા મળ્યો હતો. ભક્તિમય વાતાવરણમાં માતાજીની આરાધના સાથે પરસ્પર પ્રેમ, ભાઈચારો અને સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મહેમાનોનું કુમકુમ તિલક અને કેસરિયા ખેસથી સન્માન
લુહારવાડા મિત્ર મંડળના ગરબા મહોત્સવમાં દરરોજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લેતા હોય છે. પંડાલમાં પધારેલા મહેમાનોનું ક્ધયાઓ દ્વારા કુમકુમ તિલક કરીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવે છે. જ્યારે દુર્ગાષ્ટમીના વિશેષ અવસરે ઉપસ્થિત મહેમાનોને કેસરિયા ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પરંપરાએ ધાર્મિક આસ્થા સાથે ભારતીય સંસ્કૃતિ અને મહેમાનગતિની ભાવનાને પણ ઉજાગર કરી હતી.
ઝાલોદ નગરમાં સનાતન હિન્દુ સમાજની એકતા અને સામાજિક સમરસતાની ભાવનાને મજબૂત બનાવવામાં લુહારવાડા મિત્ર મંડળની પરંપરાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. સ્થાનિક સ્તરે એવી માન્યતા છે કે નગરમાં વિવિધ સમાજોને ધાર્મિક ભાવનાના તાંતણે એકત્રિત કરી એકતાનો સંદેશ આપવાની પ્રેરણાદાયી શઆત લુહારવાડાથી થઈ હતી. તે સમયના આગેવાનો દ્વારા પ્રેરિત આ પરંપરાને આજની યુવા પેઢી પણ એ જ ઉત્સાહ અને સમર્પણ સાથે આગળ ધપાવી રહી છે.
વર્ષોથી ચાલી આવતી આ પરંપરા દર્શાવે છે કે ધાર્મિક ઉત્સવો માત્ર પૂજા-અર્ચના કે ગરબા પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમાજને જોડવા, નવી પેઢીને સંસ્કારોથી પરિચિત કરાવવા અને સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનું પણ માધ્યમ બની શકે છે.
લુહારવાડા મિત્ર મંડળના યુવાનો દ્વારા ગરબા મહોત્સવનું આયોજન અને ધાર્મિક પરંપરાઓનું જતન કરવું પ્રશંસનીય પહેલ છે. વડીલો પાસેથી મળેલી પ્રેરણાને આધારે યુવા પેઢી ધાર્મિક આસ્થા, સામાજિક જવાબદારી અને સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠાને આગળ વધારી રહી છે. આવા આયોજનો દ્વારા બાળકો અને યુવાનોને ભારતીય પરંપરાઓ સાથે જોડાવાની તક મળે છે, જ્યારે વિવિધ સમાજના લોકો વચ્ચે પરસ્પર સંવાદ અને સહકારની ભાવના પણ વિકસે છે.
દુર્ગાષ્ટમીના પવિત્ર અવસરે લુહારવાડા ગરબા પંડાલમાં યોજાયેલી માં અંબાની આરતી ભક્તિ અને સામાજિક એકતાના ભાવને ઉજાગર કરનારી બની હતી. લુહારવાડા મિત્ર મંડળનો આ પ્રયાસ ઝાલોદ નગરમાં ધાર્મિક સંસ્કૃતિના જતન સાથે સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર સન્માનની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપે છે.
નવરાત્રીના પાવન પર્વમાં માં અંબાની આરાધના સાથે સંસ્કૃતિનું સંવર્ધન અને સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો આ પ્રયાસ ઝાલોદની ધાર્મિક પરંપરામાં લુહારવાડા મિત્ર મંડળની આગવી ઓળખને ઉજાગર કરે છે.