સંખેડાના માંજરોલ ગામે સાતમા નોરતે વેશભૂષા કાર્યક્રમ યોજયો

માંજરોલ ગામે અંબે યુવક મંડળ દ્વારા નવરાત્રીના સાતમના દિવસે વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગામની મધ્યમાં આવેલા સત્યનારાયણ મંદિર સામે રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ભાગ લીધો હતો. તેઓએ અલગ-અલગ વેશભૂષા ધારણ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એક માસીબાએ પોતાના માથે ગરબો મૂકીને ઘૂમતા હોય તે દ્રશ્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સત્યનારાયણ મંદિર સામે યોજાયેલા આ નવરાત્રી મહોત્સવમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને ખેલૈયાઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.